દેડિયાપાડામાં ભારે વરસાદથી ખાડી-નદીઓ-કોતરો બે કાંઠે વહેતી થતા ખેડૂતોની વધી હાલાકી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નર્મદા જ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી એકધારો ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદી, ખાડીઓ અને કોતરો બે કાંઠે વહેતા થયા છે. જેના પગલે ખેતરોમાં પાણી ઘુસી જતા ઉભા પાકને નુકસાન થયું છે.
નદીઓ બની ગાંડીતૂર
દેડિયાપાડામાં છેલ્લા ચોવિસ કલાકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ધોધમાર વરસાદ ચાલુ છે. જેથી દેડિયાપાડા તાલુકામાં થઈને વહેતી કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. દેડિયાપાડા પાસે આવેલી ધામણખાડી બે કાંઠે વહેતી થઈ છે. તરાવ નદી અને દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીઓ ગાંડીતૂર બની છે. જેથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.
ખેતરો પાણીમાં ગરક
નદીઓ, ખાડી કોતરોમાં વરસાદના પાણી વહેતાં જેવા મળે છે. ખેડૂતોના ખેતરમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે. મકાઈ, ડાંગર, કપાસના પાકને નુક્સાન થયું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ભારે તારાજી સર્જાઈ છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવાની સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે.








