સુરતમાં ડ્રગ્સ પેડલરો પર તવાઈ, બે જગ્યાએથી 1.5 કરોડના જથ્થા સાથે પાંચ આ રીતે દબોચાયા
નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા પેડલરો પર તવાઈ ચલાવવામાં આવી રહી છે. ત્યાર

નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા પેડલરો પર તવાઈ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સુરતના બે વિસ્તારમાંથી દોઢ કરોડથી વધુની મત્તાના ડ્રગ્સ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. પેડલરો પ્રતિબંધિત એમ ડી ડ્રગ્સનો જથ્થો કોઈને આપે તે અગાઉ જ ઝડપી લેવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચોઃસુરતમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી ઝડપાયો, 1 કરોડના જથ્થો મોકલ્યા બાદ 7 માસથી હતો ફરાર
1 કિલો ડ્રગ્સ લાવનાર છ કલાકે દબોચાયા
હજીરા-સાયણ રોડ પરથી 1 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. જેની કિંમત 97.37 લાખની છે. બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. આ આરોપીઓ એવેન્જર બાઈક પર હતાં. બાતમાં પોલીસની ખબર પડતાં શેરડીના ખેતરમાં નાસી ગયા હતાં. આરોપીઓને ઝડપવા 6 કલાક સુધી પોલીસે કોમ્બિંગ કર્યું હતું. પકડાયેલા આરોપીઓમાં તામીર અબ્દુલ ક્યુમ શેખ અને સાહીલ અલ્લા ગુલામ મહંમદ દિવાનની ધરપકડ કરાઈ છે. તામીર છત રિપેરિંગ અને સાહિલ બુટ ચપ્પલની દુકાનમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
55.48 લાખનું ડ્રગ્સ પકડાયું
સચિનના કપલેથા ચેકપોસ્ટ પાસેથી 554.82 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું.જેની અંદાજિત કિંમત 55.48 લાખ આંકવામાં આવી છે. આ કેસમાં 3 આરોપીઓ ઝડપાયા હતાં.ક્રાઈમ બ્રાંચે વેડરોડ સાબરીનગરમાં રહેતા તૌસિફ શા તેના મિત્રો ઈરફાન પઠાણ તથા અસ્ફાક કુરેશી સાથે મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ કાળા કલરની હોન્ડા સિટી ગાડીમાં નવસારી થઈ સવારે સાડા ત્રણેક વાગ્યે સચિન કપલેથા ચેકપોસ્ટથી આવતા ઝડપી લેવામાં આવ્યા હતાં.આરોપીઓ મુંબઈના નાલાસોપારા ખાતેથી ડ્રગ્સનો જથ્થો લાવીને સુરતમાં છૂટક વેચાણ અર્થે લાવ્યા હતાં.
હોટલમાં નશો કરનાર ઝડપાયો
બમરોલી રોડ ઉપર આવેલ હોટલ ગેલેક્ષીમાં પહેલા માળે રૂમ નંબર-૦૪ માં દાનિશ હારૂન શેખ નામનો ઇસમ હાલ રોકાયો હતો. તેની પાસે એમ.ડી. ડ્રગ્સ હોવાની બાતમી મળી હતી. જેના આધારે ખટોદરા પોલીસે હોટલ ગેલેક્ષીમાં પહેલા માળે રૂમ નંબર-૦૪માં રેઈડ કરી હતી. જેમાં આરોપીને નશાયુક્ત નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યો હતો. દાનિશ પાસેથી મેફેડ્રોન કુલ્લે વજન-૨.૫૭ ગ્રામ, જેની કિ. રૂપીયા-૨૫,૭૦૦/- તથા (૨) ઝડતીના રોકડા રૂપિયા-૧૩૦૦/- ના મળી આવ્યાં હતાં.








