મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભજિયાં અને પાનના ગલ્લાની આડમાં ચાલતો નશાનો કારોબાર, કોડવર્ડ સાથે ડ્રગ્સ વેચનાર આ રીતે ઝડપાયા

નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન અંતર્ગત ડ્રગ્સ લાવનાર અને વેચનાર વિરુદ્ધ કાર્યવાહી કરવ

સુરતમાં ભજિયાં અને પાનના ગલ્લાની આડમાં ચાલતો નશાનો કારોબાર, કોડવર્ડ સાથે ડ્રગ્સ વેચનાર આ રીતે ઝડપાયા

નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન અંતર્ગત ડ્રગ્સ લાવનાર અને વેચનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે લાલગેટ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. લાલગેટ પોલીસે મોડી રાત્રે એમડી ડ્રગ્ઝ ઝડપી પાડયું હતું. એમડી વેચવા આવેલા 3 પેડલરોને ઝડપી પાડવામાં આવ્યાં છે. પેડલરો ભજિયાંની દુકાન અને પાનના ગલ્લાની આડમાં આરોપી ડ્રગ્સ વેચતા હતાં.

ભજીયાની લારી પર થતું વેચાણ

પોલીસે આરોપી મોઈન, ઝાફર અને રશીદને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી પોલીસે 100 ગ્રામથી વધુ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. જેની બજારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત રૂપિયા 10 લાખ છે. હાલ પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.હોડી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં મોઇનુદ્દદીન સલાઉદીન અંસારીની ભજીયાની લારી ઉપર ત્રણ શખ્સો ભેગા મળી ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હતાં. જેથી ભજીયાની લારી પાસે પાનના ગલ્લા પાસે રેઇડ કરી ચેક કરતા ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ જથ્થામાં પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપી લેવાયું હતું.

કોડ વર્ડનો ઉપયોગ થતો

આરોપી મોઈનુદ્દીનને ભાજીયાની લારી તથા પાનનો ગલ્લો છે. આરોપી રાસીદ જમાલ અને મોહમદ જાફર પણ ત્યાં બેસવા આવતા હતાં. ત્રણેયની મિત્રતા થઈ હતી. બંને આરોપીઓ એમ.ડી.નો નશો કરવાની ટેવ વાળા હતો. અવાર નવાર ચોરી છુપીથી ડ્રગ્સ મેળવી નશો કરતા હતા. આરોપી જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એકાદ માસથી મુંબઇથી કોઇપણ રીતે એમ.ડી. ડ્રગ્સ લાવતો હતો. આ પાનના ગલ્લાં ઉપર ત્રણેય ભેગા થતા. આરોપી રાશિદ ગ્રાહકો શોધી લાવતો હતો. જાફર જરૂરીયાત મુજબનો વજન કરી આપતો હતો. ત્યારબાદ જમાલ અને અંસારી ગ્રાહકોને રૂબરૂ જઈ વેરીફાઈ કરી અને ડ્રગ્સની ડિલીવરી કરવા ખાંચામાં બોલાવી રૂપિયા લઈને ડ્રગ્સ આપતાં હતાં. ગ્રાહકો સાથે કોર્ડવર્ડમાં વાત કરતાં હતાં.

આ સમાચાર શેર કરો