મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નશાનો વેપલો ઝડપાયો, 2.980 ગ્રામ ગાંજાના સાથે 3 ઈસમો દબોચાયા

સુરતના સચિન વિસ્તારમાંથી ગેર કાયદેસરના ૨.૯૮૦ કિ.ગ્રામ માદક ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ૮૨,૮૦૦ની મત્તાના મુદ

સુરતમાં નશાનો વેપલો ઝડપાયો, 2.980 ગ્રામ ગાંજાના સાથે 3 ઈસમો દબોચાયા

સુરતના સચિન વિસ્તારમાંથી ગેર કાયદેસરના ૨.૯૮૦ કિ.ગ્રામ માદક ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ૮૨,૮૦૦ની મત્તાના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં સચીન પોલીસને સફળતા મળી છે. પોલીસે માદક ગાંજાનો જથ્થો તથા મોબાઇલ ફોન નંગ-૦૩ તથા સેલો ટેંપ, એક્સેસ મોપેડની કિંમત કુલ્લ ૮૨,૮૦૦/- ની મત્તાનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો છે.

બાતમીના આધારે ઝડપાયા

પોલીસને મળેલી બાતમી હકીકત આધારે સચીન સ્લમ બોર્ડ ડ્રીમસહદેવસિંહ ઇન્ડીયા સ્કુલની સામે બ્લોક નં-એલ/૯૯૮માં આવેલ રૂમમાંથી આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનુ વજન ૨.૯૮૦ કી.ગ્રામ, જેની કિંમત રૂપીયા-૨૯,૮૦૦ છે. પોલીસે આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓના નામ

નિરજ બૈજનાથ સિંહ 
વિકાસ રાધેશ્યામ તિવારી 
વિકેશ શ્રીકાંત મોર્યા 

આ સમાચાર શેર કરો