મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ રિવરફ્રન્ટ ઇસ્ટમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટના: વેગનઆર ચાલકે મોપેડને ટક્કર મારતા બે ઘાયલ

અમદાવાદના રિવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં રાત્રે ડ્રિંક એન્ડ ડ

Ahmedabad/ રિવરફ્રન્ટ ઇસ્ટમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટના: વેગનઆર ચાલકે મોપેડને ટક્કર મારતા બે ઘાયલ

અમદાવાદના રિવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઇવની(Drink and drive) એક ગંભીર ઘટના સામે આવી છે. નશાની હાલતમાં કાર ચલાવી રહેલા એક શખ્સે મોપેડ પર સવાર બે વ્યક્તિઓને જોરદાર ટક્કર મારી હતી, જેના પરિણામે બંને મોપેડ સવારો ગંભીર રીતે ઘાયલ થયા છે.

અકસ્માતની વિગતો

વેગનઆર કારના(WagonR driver) ચાલકે મોપેડને અડફેટે લેતા બે લોકોને ઇજાગ્રસ્ત(Two injured) થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા. ઘાયલ થયેલા બંને વાહન ચાલકને તાત્કાલિક સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.  મળતી માહિતી મુજબ, મોપેડ પર સવાર બે વ્યક્તિઓમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

પોલીસની કાર્યવાહી

આ ગંભીર અકસ્માત અંગે જાણ થતાં જ ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટનાની પુષ્ટિ કરી છે અને કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે અકસ્માત કેવી રીતે થયો અને વેગનઆર ચાલક કઈ દિશામાં જઈ રહ્યો હતો તે સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો