મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

DRIની મોટી કાર્યવાહી: સુરત રેલવે સ્ટેશનથી 80 કરોડનું સોનું ઝડપ્યું, 2ની અટકાયત

સુરત રેલવે સ્ટેશનથી 80 કરોડનું સોનું ઝડપાયું છે. ડીઆરઆઈએ 10 કિલો સોના સાથે બે લોકોની અટકાયત કરી છ

DRIની મોટી કાર્યવાહી: સુરત રેલવે સ્ટેશનથી 80 કરોડનું સોનું ઝડપ્યું, 2ની અટકાયત

સુરત રેલવે સ્ટેશનથી 80 કરોડનું સોનું ઝડપાયું છે. ડીઆરઆઈએ 10 કિલો સોના સાથે બે લોકોની અટકાયત કરી છે. આ બંને શખ્સો અમદાવાદથી ટ્રેન બેસી મુંબઈ તરફ જઈ રહ્યા હતા. 

દુબઈથી સોનું લાવ્યા હોવાનું અનુમાન

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને મોટી સફળતા મળી છે. સુરત રેલવે સ્ટેશનથી 10 કિલો સોના સાથે બે લોકોની અટકાયત કરી છે. અંદાજીત 80 કરોડનું સોનું ઝડપી પાડ્યું છે. દુબઈથી સોનું લાવ્યા હોવાની માહિતી મળી રહી છે.  

બંને શખ્સો અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હતા

ડીઆરઆઈએ અટકાયત કરી છે તે બંને શખ્સો અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હતા. જે બાદ અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી મુંબઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ડીઆરઆઈએ સુરત સ્ટેશનથી 80 કરોડના સોના સાથે અટકાયત કરી છે.

આ સમાચાર શેર કરો