મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot/ ICUમાં બીજાના શ્વાસ બચાવતા 32 વર્ષીય ડો. ટિંકલ કોરાટનું હાર્ટ એટેકથી કરુણ નિધન

સૌરાષ્ટ્રમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે આ ઘાતક બીમારીનો

Rajkot/ ICUમાં બીજાના શ્વાસ બચાવતા 32 વર્ષીય ડો. ટિંકલ કોરાટનું હાર્ટ એટેકથી કરુણ નિધન

સૌરાષ્ટ્રમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે આ ઘાતક બીમારીનો શિકાર ડોક્ટરો પણ બની રહ્યા છે. રાજકોટની જાણીતી બેકબોન હોસ્પિટલમાં ફરજ બજાવતા માત્ર 32 વર્ષીય ડોક્ટર ટિંકલ કોરાટનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અકાળે અવસાન થયું છે.

ICUમાં બજાવતા હતા ફરજ

મળતી માહિતી મુજબ, ડો. ટિંકલ કોરાટ બેકબોન હોસ્પિટલના ICU વિભાગમાં ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. જે ડોક્ટર રાત-દિવસ ICUમાં ગંભીર દર્દીઓના જીવ બચાવવા માટે મથતા હતા, તેઓ પોતે જ અચાનક આવેલી હૃદયની બીમારી સામે જિંદગીની જંગ હારી ગયા છે. 32 વર્ષની નાની ઉંમરે તબીબના નિધનને પગલે મેડિકલ જગત અને તેમના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત રાજ્યભરમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ડોક્ટરો પણ આ જીવલેણ હુમલાથી બાકાત નથી રહ્યા, જે આરોગ્ય અને જીવનશૈલીને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે.

આ સમાચાર શેર કરો