મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: TRP ગેમ ઝોન અગ્નિકાંડના વધુ એક આરોપીનું મોત,પખવાડિયા અગાઉ જામીન પર થયો હતો મુક્ત

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં હૃદયરોગના હુમલાના કારણે વધુ એક આરોપીનું મોત થયું છે. ગત 21

Rajkot news: TRP ગેમ ઝોન અગ્નિકાંડના વધુ એક આરોપીનું મોત,પખવાડિયા અગાઉ જામીન પર થયો હતો મુક્ત

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં હૃદયરોગના હુમલાના કારણે વધુ એક આરોપીનું મોત થયું છે. ગત 21 નવેમ્બરના રોજ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી નીતિન લોઢાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. 

અગાઉ ગેમઝોનના માલિક કમ પાર્ટનરનું પણ મોત થયું હતું

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 15 આરોપીઓ પૈકી વધુ એક આરોપીનું મોત થયુ છે. નીતિન લોઢા નામના આરોપીનું રાજસ્થાનના ભીમ ગામે હૃદયરોગના હુમલામાં મોત થયું છે. ગત 21 નવેમ્બરના રોજ સેશન્સ કોર્ટ દ્વારા નીતિન લોઢાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો અને તેનું મોત થયુ છે. આ અગાઉ ગેમઝોનના માલિક કમ પાર્ટનર પ્રકાશ જૈનનું પણ મોત થયુ હતુ.

આ સમાચાર શેર કરો