મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જે વિસ્તારમાં મત નથી મળ્યા, ત્યાં ગ્રાન્ટ ન વાપરો: ભાજપના નેતાએ જ જનતાને દેખાડ્યો રંગ

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે, અને NDAની સરકાર બની ગઈ છે. રાજ્યમાં 26માંથી 25 બેઠકો ભાજપના ફા

જે વિસ્તારમાં મત નથી મળ્યા, ત્યાં ગ્રાન્ટ ન વાપરો: ભાજપના નેતાએ જ જનતાને દેખાડ્યો રંગ

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે, અને NDAની સરકાર બની ગઈ છે. રાજ્યમાં 26માંથી 25 બેઠકો ભાજપના ફાળે આવી છે. ત્યારે  વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહે લોકશાહી માટે અત્યંત શરમજનક  નિવેદન આપ્યું છે.

વડોદરાના રાવપુરામાં વર્ષોથી અમુક બૂથ માંથી મતો મળતા નથી

લોકસભા સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં વિજય શાહે આ નિવેદન આપ્યું છે. વડોદરાના રાવપુરામાં વર્ષોથી અમુક બૂથ માંથી મતો મળતા નથી તે માટે પાર્ટીએ વિચાર કરવો જોઈએ.

જે વિસ્તારોમાંથી ભાજપને વોટ નહી મળે ત્યાં વિકાસ કામો માટે ગ્રાન્ટ ન વાપરવી

વિજય શાહે કહ્યું કે જે વિસ્તારોમાંથી ભાજપને વોટ નહી મળે ત્યાં વિકાસ કામો માટે ગ્રાન્ટ ન વાપરવા વિચારવું જોઈએ અને જે લોકો ભાજપને વોટ આપે છે તેમના વિકાસના કામો કરવા જોઈએ, તેવું નિવેદન આપ્યુ હતું. વડોદરામાં લોકસભા ચૂંટણી પરિણામ બાદ જે સન્માન સમારોહ આયોજિત થયો હતો.તે દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યુ હતું. 

આ સમાચાર શેર કરો