રાષ્ટ્રવાદી નહીં પણ બનો જ્ઞાતિવાદી, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે શા માટે જાહેર મંચ પરથી આપ્યું નિવેદન?
થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે ગંગા થાળી સામાજિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના ભાજ

થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે ગંગા થાળી સામાજિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના ભાજપ તથા કોંગ્રેસના અગ્રણીઓ તથા સમાજના આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા. જેમાં દિયોદરના કોંગ્રેસના ચૌધરી સમાજના પૂર્વ ધારાસભ્ય શીવાભાઇ ભૂરીયાએ જણાવ્યુ કે, રાષ્ટ્રવાદી નહીં પણ જ્ઞાાતિવાદી બનો, સામાજીક એકતા નહીં સાધો તો ચૌધરી સમાજને નુકસાન ભોગવવાનો વારો આવશે અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં આપણે એક નહીં થાય તો એક પણ સીટ નહીં લાવી શકીએ.
સામાજિક એકતા ના સાધી શકતા ફેડરેશન ખોયું
દિયોદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરીયાએ ખેંગારપુરા ગામે વધુમાં જણાવ્યુ કે એક જ સમાજના પરથી ભાઈ ભટોળ અને વિપુલ ચૌધરી એક સમાજના હોવા છતાં સામાજિક એકતા ના સાધી શકતા ફેડરેશન ખોયું છે. સામાજિક એકતા નહીં થાય તો આંજણા પટેલ સમાજને ભોગવવાનો વારો આવશે.
કેશાજી ઠાકોર પર નિશાન સાધતા કહ્યું હતું કે કેશાજી ઠાકોરે લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપને વોટ આપવાનું કહ્યું હતું. પરંતુ તેમણે લોકસભાની ચૂંટણીમાં એક પણ વખત ભાજપના રેખાબહેન ચૌધરીનું નામ લીધું નહોતું. તો પણ ભાજપે કેશાજીને શું બગાડયું ?
લોકસભા ચૂંટણીમાં રબારી સમાજ પણ, કોંગ્રેસ સાથે રહ્યો
લોકસભા ચૂંટણીમાં રબારી સમાજ પણ, કોંગ્રેસ સાથે રહ્યો, તો પણ રબારી સમાજનું શું બગાડી શક્યા ? લોકો મને કોમવાદી કહે છે, તેઓને સવાલ પૂછું છું કે રૂપાલા મુદ્દે તમામ જાગીરદારો એક થયા. આ એકતાને તમે શું કહેશો ? શું આ કોમવાદ નથી ? જો એક નહી થાઓ તો ખોવાઈ જશો.
હાલની સ્થિતિ એવી છે કે ૨૦૨૭માં થરાદ વિધાનસભા સિવાય તમામ બેઠકો પર જિલ્લામાં આપણો સમાજ લઘુમતીમાં છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં આપણે એક નહિ થઈએ તો એક સીટ પણ નહિ લાવી શકીએ. સમાજના યુવાનોને શીખ આપતા જણાવ્યું હતું કે મોબાઈલમાં યુવાનો, શિક્ષા અને સંસ્કાર ભૂલ્યા છે. સારા પુસ્તકોનું વાંચન થતું નથી. અનુભવથી જ જ્ઞાન મળે છે. વ્યસન મુક્તિ જરૂરી છે અને ખોટા ખર્ચાઓ બંધ થવા જોઈએ.








