છોટાઉદેપુરના ડોલોમાઇટ ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ, મહિના માટે તમામ ખાણો બંધ રાખવા નિર્ણય
છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી મંદીનો માર ઝેલી રહ્યો છે. મંદ

છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી મંદીનો માર ઝેલી રહ્યો છે. મંદીના કારણે ડોલોમાઇટ માઈન્સ એસોશિએશન દ્વારા એક મહિના સુધી ખાણો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ખાણમાંથી નીકળતા પથ્થરો છોટાઉદેપુરની આસપાસ આવેલી ૧૦૦ જેટલી ફેક્ટરીઓ ઉપર જાય છે અને ફેક્ટરીઓમાં આ પથ્થરનો પાઉડર બનાવી સિરામિક , પેઈન્ટ્સ, રંગોળી સહિત અનેક ઉત્પાદનોમાં દેશના ખૂણે ખૂણે સુધી આ પાઉડર મોકલાય છે.
આ પણ વાંચોઃ આલે લે.., સુરત એરપોર્ટ પર એન્ટ્રી ગેટ બનાવ્યો પણ રસ્તો બનાવવાનું જ ભૂલી ગયા!
5 હજાર લોકોની રોજગારી છીનવાઈ
ખાણો બંધ થતા સમગ્ર ઉદ્યોગ ઉપર માઠી અસર પડશે. ખાણ ધારકોનું કહેવું છે કે મંદીના કારણે પથ્થરની માંગ નથી. જે પથ્થર વેચાય છે. તેના પણ નાણા સમયસર આવતા નથી. જેને લઈ ખાણ ચલાવવા રોજિંદુ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બને છે. ડોલોમાઈટ ખાણો બંધ થતા ખાણમાં કામ કરતા શ્રમિકો, ટ્રાન્સપોર્ટરો અને શ્રમિકો મળી ૫૦૦૦ જેટલા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે.
માલ ખાલી થયા બાદ અસર
ફેક્ટરીઓમાં માલ ખાલી થયા બાદ ફેક્ટરી માલિકો અને તેની સાથે જોડાયેલા કર્મચારીઓ અને શ્રમિકોની રોજગારી ઉપર પણ માઠી અસર પડશે. તો બીજી તરફ ફેક્ટરીના માલિકો ખાણ ધારકોના નિર્ણયથી અસંતુષ્ટ છે, તેમના મુજબ મંદી દર વર્ષે દિવાળી બાદ બે મહિના આવે છે. પરંતુ આ રીતે ખાણ બંધ કરવી યોગ્ય નથી.








