મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ 12 સાયન્સમાં A-1 ગ્રેડ સાથે ડોક્ટરના દીકરાએ માર્યુ મેદાન, MBBS કરવાની ઈચ્છા

આપણે ત્યાં કહેવાય છે કે, મોરના ઈંડા ચિતરવા ન પડે. આ કહેવતને ચરિતાર્થ કરતાં સુરતમાં ધોરણ 12 સાયન્સ

સુરત/ 12 સાયન્સમાં A-1 ગ્રેડ સાથે ડોક્ટરના દીકરાએ માર્યુ મેદાન, MBBS કરવાની ઈચ્છા

આપણે ત્યાં કહેવાય છે કે, મોરના ઈંડા ચિતરવા ન પડે. આ કહેવતને ચરિતાર્થ કરતાં સુરતમાં ધોરણ 12 સાયન્સના પરિણામમાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે. ત્યારે નાના વરાછાની કૌશલ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ શાળામાં પ્રથમ ક્રમાંક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે ડોક્ટર પિતાના દીકરાએ હવે એમબીબીએસ કરીને પોતે પણ ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

રોજની 10 કલાક મહેનત કરી

પુણાગામ વિસ્તારમાં રહેતા દુબે અક્ષત ધર્મેન્દ્રકુમારએ ધોરણ 12 સાયન્સના બી ગ્રુપમાં 99.92 પીઆર મેળવ્યા છે. સાથે જ 93.71 ટકા મેળવ્યા છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવવાની સિદ્ધિ મેળવનારા અક્ષતએ કહ્યું કે, હું રોજના 10 કલાક મહેનત કરતો હતો. શાળામાં જ તૈયારી કરાવવામાં આવતી હતી. જેથી પહેલા જ દિવસથી રોજના ડાઉટ સોલ્વ કરવાની સાથે સાથે નોટસ બનાવતો હતો.

પિતા BHMS દીકરો MBBS કરશે

અક્ષતના પિતા બીએસએમએસની ડિગ્રી સાથે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યાં છે. ત્યારે અક્ષતે કહ્યું કે, મારે ગુજકેટમાં સારો રેન્ક છે. સાથે જ નીટની પરીક્ષા પણ સારી રહી છે. જેથી હું એમબીબીએસની ડિગ્રી લઈશ. હું પિતાને ડોક્ટર તરીકે કામ કરતાં જોઈને ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવું છે. માતા હાઉસવાઈફ છે. અમે મૂળ ઉત્તરપ્રદેશ અયોધ્યાના વતની છીએ. પરંતુ વર્ષોથી સુરતમાં રહેતા હોવાથી હવે સુરતી બની ગયા છીએ.

આ સમાચાર શેર કરો