કોલકાતા કાંડમાં આંદોલન પર ઉતરેલા તબીબોએ યોજી રેલી, કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની કરી માગ
કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર સાથે સર્જાયેલા દુષ્કર્મ બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘા

કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર સાથે સર્જાયેલા દુષ્કર્મ બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે સુરત અને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ઉપવાસ છાવણીથી લઈને કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ જેવી સુરક્ષા આપો
નારેબાજી અને પ્રચંડ રોષ સાથે યોજાયેલી આ રેલીમાં 1000થી વધુ તબીબો જોડાયા હતા. તબીબોએ કલેકટરને આવેદનપત્ર આપીને માગ કરી છે કે, દેશમાં આ પ્રકારની બીજી ઘટના ન બને તે માટે એરપોર્ટમાં જે રીતની સુરક્ષા વ્યવસ્થા હોય છે. તે પ્રકારની હોસ્પિટલમાં પણ સુરક્ષા આપવી જોઈએ.
ન્યાયની માગ
હાલ પીડિતાને ન્યાય અપાવવા માટે તંત્ર કામે લાગી ગયું છે. ત્યારે ફરી આ પ્રકારની ઘટનાના સર્જાય તે માટે કડક કાયદા બનાવવા જોઈએ. સુરક્ષા સારી આપવી જોઈએ. સાથે સાથે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે, અને તબીબો ઉપર થતી હિંસાને રોકવા માટે આગળ આવવું જોઈએ.








