મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વૃદ્ધના પેટમાંથી કાઢ્યું 15 સેમીનું દાંતણ, હિંમતનગર સિવિલના ડોક્ટરોએ ઓપરેશન કરી જીવ બચાવ્યો

Sabarkantha News : સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી હિંમતનગર સિવિલ હોસ

વૃદ્ધના પેટમાંથી કાઢ્યું 15 સેમીનું દાંતણ, હિંમતનગર સિવિલના ડોક્ટરોએ ઓપરેશન કરી જીવ બચાવ્યો

Sabarkantha News : સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી હિંમતનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ વૃદ્ધના પેટમાંથી કાઢ્યું 15 સેમીનું દાંતણ કાઢી દર્દીનો જીવ બચાવ્યો હતો. લીમડાનું દાતણ દોઢ મહિના પહેલા દર્દીના પેટમાં ગયું હોવાનું અનુમાન છે. 

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામના 65 વર્ષીય વૃદ્ધને છેલ્લા દોઢ મહિનાથી પેટમાં દુખતું હતું. પરંતુ દુખાવો અસહ્ય થતા તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. હિંમતનગર સિવિલમાં સોનોગ્રાફી, સીટી સ્કેન અને એક્સરે કરવામાં આવ્યાં હતા, જેમાં પેટમાં આ દાંતણ હોવાનું જાણવા મળ્યું હતું.

હિંમતનગર સિવિલના તબીબોએ ઓપરેશન કરી વૃદ્ધના પેટમાંથી 15 સેમી  લાબું લીમડાનું દાંતણ કાઢી દર્દીનો જીવ બચાવ્યો હતો. ઓપરેશન બાદ દર્દીને ICUમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયાત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે. 

આ સમાચાર શેર કરો