મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં લાઈવ મ્યૂઝિક કોન્સર્ટ સાથે દિવાળી સેલિબ્રેશન, ગુજરાતી-હિન્દી ગીતાના તાલે યુવાનો ઝૂમ્યા

સુરતના સરથાણામાં પ્રી-દિવાળી સેલિબ્રેશન લાઈવ મ્યુઝિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ

સુરતમાં લાઈવ મ્યૂઝિક કોન્સર્ટ સાથે દિવાળી સેલિબ્રેશન, ગુજરાતી-હિન્દી ગીતાના તાલે યુવાનો ઝૂમ્યા

સુરતના સરથાણામાં પ્રી-દિવાળી સેલિબ્રેશન લાઈવ મ્યુઝિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક પ્રિયેશ હિરપરાએ મનોરંજક પર્ફોર્મન્સ આપ્યું હતું. ગુજરાતી અને હિન્દી ગીતોના મધુર સ્વરો સાથે યુવાનોને રીઝવ્યા અને ગુજરાતી ભાષા તથા સંસ્કૃતિનું પ્રચાર કાર્ય કર્યું હતું.

ગુજરાતી-હિન્દી ગીતો રજૂ કરાયા

પ્રિયેશ હિરપરાએ તેમના લોકપ્રિય ગુજરાતી અને હિન્દી ગીતોથી સજાવટભર્યા આ ઇવેન્ટમાં ખાસ વાતાવરણ જાગૃત કર્યું હતું. લોકોને દિલથી જોડીને વિજ્ઞાત પ્રેમ પ્રાપ્ત કર્યો હતો.આ પ્રસંગે પ્રિયેશે તેની સંગીતયાત્રાની વાત કરતાં કહ્યું કે, તેમના દાદા અને પિતા પણ સંગીત સાથે જોડાયેલા હતા. બાળપણથી જ સંગીતમાં તેમને ગહન રસ હતો. દાદા અને પપ્પાની પ્રેરણાથી ગીતો ગણગણતા અને સંગીત વાદ્ય શીખતા તેઓ આ સફરમાં આગળ વધ્યા હતા. શરુઆતમાં તેઓ કેફે, નવરાત્રી, અને ખાનગી કાર્યક્રમોમાં પર્ફોર્મ કરતા હતા, અને હવે તેઓ રાજ્યની સીમાઓ પાર કરીને દેશભરમાં પણ શો કરવાના છે.

સંગીતના રસિકો માટે યાદગાર અનુભવ

ગુજરાતી ગીતો ગાઈને યુવા પેઢી સંગીતને પારખી રહી છે. ગુજરાતી ભાષા અને સંગીત પ્રત્યેનો ઉમળકો તથા યુવાનો સુધી આ સંગીત પહોંચાડવાનો લક્ષ્ય ધરાવતાં તેઓ સતત નવા ગીતો શીખવા અને ગાવા માટે પ્રેરણા મેળવે છે.આ પ્રી-દિવાળી સેલિબ્રેશન ઇવેન્ટમાં પ્રિયેશ હિરપરાના સંગીતના રસિકો માટે એક યાદગાર અનુભવ સાબિત થયો હતો.

આ સમાચાર શેર કરો