મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ઉધના-નવસારી રોડના ડિવાઈડર પાણીમાં ગરક થતાં વાહન ચાલકોને હાલાકી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં ભારે વરસાદ વરસી

સુરતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ઉધના-નવસારી રોડના ડિવાઈડર પાણીમાં ગરક થતાં વાહન ચાલકોને હાલાકી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થતાં મહાનગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની ફરી એકવાર પોલ ખુલી ગઈ છે. ઠેર ઠેર રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે. જેના પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાહનો બંધ પડ્યા

ભારે વરસાદના પગલે ગટર ચોક અપ થઈ હોય તે રીતે ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે રસ્તા પર વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા હતા. આથી વાહન ચાલકોને બીઆરટીએસ રૂટનો સહારો લેવો પડ્યો હતો. દર વખતે રોડ પર પાણી ભરાવાની સમસ્યાથી લોકોએ ત્રાહિમામ પોકારવાની ફરજ પડી હતી.

ડિવાઈડર ડૂબી ગયા

ભારે વરસાદના પગલે રસ્તા પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે, ડિવાઈડર પણ ડૂબી ગયા હતા. રસ્તાઓ ઉપર જાણે બોટ ફરે તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેથી લોકોએ રોષભેર કહ્યું કે, કરોડો રૂપિયાનો વેરો લેતી પાલિકા સામાન્ય વરસાદમાં પણ લોકોને મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે કંઈ ન કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો