મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બ્રિટનની સંસદમાં ગુજરાતીનો દબદબો, અપક્ષ ચૂંટણી લડીને ભરૂચના આ ઉમેદવાર જીત્યા

Dewsbury and Batley independent MP Iqbal Mohamed | બ્રિટનમાં ચૂંટણીમાં કિએર સ્ટાર્મરની લેબર પાર્ટીએ જીત મેળવી છે. 14 વર્ષ વિપક્ષમાં રહ્યાં બાદ લેબર પાર્ટીની

બ્રિટનની સંસદમાં ગુજરાતીનો દબદબો, અપક્ષ ચૂંટણી લડીને ભરૂચના આ ઉમેદવાર જીત્યા

બ્રિટનમાં ચૂંટણીમાં કિએર સ્ટાર્મરની લેબર પાર્ટીએ જીત મેળવી છે. 14 વર્ષ વિપક્ષમાં રહ્યાં બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઇ છે. ભારતીય મૂળના ઋષિ સુનકની પાર્ટીનો પરાજય થયો છે. આ ચૂંટણીમાં ભારતીય મૂળના પણ કેટલાક ઉમેદવાર ચૂંટણીમાં ઉતર્યા હતા જેમાંથી 26 ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં છે.

ગુજરાતી મૂળના વ્યક્તિ ચૂંટણી જીત્યા

મૂળ ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામના વતની અને યુકેમાં સ્થાયી થયેલ ઇકબાલ મોહમ્મદ અમદાવાદી કડુજી ચૂંટણી જીત્યા છે. હાલના યુકેમાં  યોજાયેલ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે 6000થી વધુની લીડ સાથે વિજય થઇ બેટલી એન્ડ ડ્યુસ્બરીના સાંસદ બન્યા.ઇકબાલ મોહમ્મદને 15,641 મત મળ્યા હતા.

બ્રિટનમાં ભારતીય મૂળના 26 સાંસદો ચૂંટાયા

બ્રિટનની સંસદમાં આ વખતે જબરદસ્ત વિરોધાભાસ જોવા મળ્યો છે. ભારતીય મૂળના પીએમ ઋષિ સુનકની આગેવાની હેઠળના કન્ઝર્વેટિવ પક્ષ હારી ગયો છે તો તેનાથી વિપરીત બ્રિટનની સંસદમાં અત્યાર સુધમાં વિક્રમજનક સંખ્યામાં ભારતીય સાંસદો ચૂંટાઇ આવ્યા છે. આ વખતે કૂલ 26 સાંસદો ચૂંટાયા છે. 

ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પક્ષમાંથી જીતનારા ભારતીય મૂળના ઉમેદવારોમાં ગોવાનીઝ મૂળની સ્યુએલા અને બ્રેવરમેન અને ગુજરાતી મૂળના પ્રીતિ પટેલે લેબર પાર્ટીના વાવાઝોડા વચ્ચે સીટ બચાવવામાં સફળતા મેળવી છે.

બ્રિટિશ સાંસદોમાં નવા ચૂંટાયેલા સાંસદોમાં ભારતીય મૂળના સાંસદોનો પણ મોટો હિસ્સો છે તેમાં જસ અઠવાલસ બેગી શંકર, સતવીર કૌર, હરપ્રીત ઉપ્પલ, વારિન્દર જસ, ગુરિન્દર જોસાન, કનિષ્ક નારાયણ, સોનિયા કુમાર, સુરીના બ્રેકનબ્રિજ, કિરિથ એન્ટવ્હિસલ, જીવન સંધેર, સોજાન જોસેફનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો