Devbhoomi Dwarka news: મીઠાપુર વિસ્તારની મહાકાલ ગેંગનો પર્દાફાશ

Devbhoomi Dwarka news: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મિઠાપુર વિસ્તારમાં કાર્યરત “મહાકાલ ગેંગ”ના મુખ્ય સુત્રધાર સહિતના સભ્યો વિરુદ્ધ ગુજરાતના ખાસ ટેકનોલૉજીકલ કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે ગુપ્ત માહિતીના આધારે છેલ્લા ઘણા સમયથી આ ગેંગની ગતિવિધિ પર નજર રાખી હતી. આરોપીઓ નાણાંની ઉઘરાણી, ધમકી, શારીરિક હિંસા અને સામાજિક અશાંતિ ફેલાવવાના ગુનામાં સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, પોલીસે સંકલિત ઓપરેશન ચલાવી ગેંગના મુખ્ય સુત્રધાર અને અન્ય 6 સભ્યોને ઝડપી પાડ્યા હતા. આ ગુનેગારો વિરુદ્ધ ગુજ-સીટોકના કાયદા અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસની સઘન તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ આ ગેંગના સભ્યો સ્થાનિક વેપારીઓ, માછીમારો અને સામાન્ય લોકોને ધમકી આપી રૂપિયા વસૂલતા હતા.
આ કાર્યવાહી મિઠાપુર પોલીસ સ્ટેશન, ટેકનોલૉજીકલ સેલ અને એન્ટી ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ. પોલીસ સૂત્રો અનુસાર, આરોપીઓ ગુનાઓની આવકથી શાનદાર જીવન જીવતા હતા અને તેમની પાસે ગુનાથી મેળવેલ આવકના પુરાવા પણ મળી આવ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ અધિક્ષક કચેરી, એસ.ઓ.જી. ટીમ અને સ્થાનિક પોલીસ સ્ટાફની મહત્વની ભૂમિકા રહી. પોલીસે કહ્યું કે આ ગેંગના પર્દાફાશથી વિસ્તારના લોકોમાં રાહતનો માહોલ છે અને ગુનાખોરી પર અંકુશ મળશે.
આરોપીઓ ના નામ અને તેના ગુન્હા ની વિગત
- કિશનભા ભાવુભા માણેક(જોધાણી), જાતે.હિન્દુ વાઘેર ઉ.વ.૨૪ રહે.માણેક ચોક ઉધ્યોગનગર સૂરજકરાડી મૂળ રહે.મેવાસા ગામ વાડી વિસ્તાર તા.દ્વારકા જિ.દેવભૂમિ દ્વારકા.
મુખ્ય સુત્રધાર
- મેહુલભાઇ ઉર્ફે ભુરો કમલેશભાઇ પરમાર, જાતે.હિન્દુ ખવાસ ઉ.વ.19 રહે.સાંઇબાબા મંદીર પાસે ગાયત્રી નગર આરંભડા સીમ તા.દ્વારકા જિ.દેવભૂમિ દ્વારકા. મૂળ રહે.ભાતેલ ગામ તા.ખંભાળિયા જિ.દેવભૂમિ દ્વારકા.
મુખ્ય સૂત્રધાર
- કરણભા જેઠાભા કારા, જાતે.હિન્દુ વાઘેર ઉ.વ.19 રહે.રેલવે સ્ટેશન પાછળ રાજ નગર ભીમરાણા ગામ તા.દ્વારકા જિ.દેવભૂમિ દ્વારકા.
3. ઉમેશભા અજુભા માણેક, જાતે.હિન્દુ વાઘેર ઉ.વ.૨૧ રહે.ગણેશપરા દેવ ભુવન પાસે સૂરજકરાડી તા.દ્વારકા જિ.દેવભૂમિ દ્વારકા.
4. કનૈયાભાઇ ઉર્ફે કાનો સામરાભાઇ હાથિયા, જાતે.અનુ.જાતી. ઉ.વ.૨૫ રહે.આરંભડા સીમ આંબેડકર સોસાયટી તા.દ્વારકા જિ.દેવભૂમિ દ્વારકા
5. એભાભા વીરાભા સુમણિયા, જાતે. હિન્દુ વાઘેર રહે.આરંભડા સીમ કૃષ્ણનગર તા.દ્વારકા જિ.દેવભૂમિ દ્વારકા.
6. દીપુભા વીરાભા સુમણિયા, જાતે. હિન્દુ વાઘેર રહે.આરંભડા સીમ ક્રુષ્ણનગર તા.દ્વારકા જિ.દેવભૂમિ દ્વારકા

