Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 3 people of the same family die in Sanand, police investigation intensified on suspicion of mass suicide

Ahmedabad news : સાણંદમાં એક જ પરિવારનાં 3 લોકોનાં મોત, સામૂહિક આપઘાતની આશંકાએ પોલીસ તપાસ તેજ

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news : સાણંદમાં એક જ પરિવારનાં 3 લોકોનાં મોત, સામૂહિક આપઘાતની આશંકાએ પોલીસ તપાસ તેજ
સોર્સ : gstv

Ahmedabad news : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ પાસે એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોતની ઘટના સામે આવી છે. ત્રણ લોકોનાં મૃતદેહો મળી આવતા નાયબ મામલતદાર, DySPનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બનાવમાં સામૂહિક આપઘાતની આશંકા વર્તાઈ રહી છે. બનાવમાં 10 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી છે. પોલીસે ત્રણ લોકોનાં મૃતદેહ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

મળતી માહિતી મુજબ, સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ નજીક આવેલી ખોડલ હોટલ પાસે એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મૃતદેહ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. ઘટનાસ્થળે પોલીસ કાફલો પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના ગળાના ભાગે છરીના ઘા જોવા મળ્યા હોવાનું સામે આવ્યુ છે. 

ઘટનાસ્થળે પોલીસને 10 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી છે. પોલીસ ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલીને હત્યા કે આત્મહત્યા એ દિશામાં તપાસ હાથ ધરી છે.