Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Murder case solved in Sansoli village of Mehmadabad, accused arrested

VIDEO: મહેમદાવાદના સણસોલી ગામે ગરબામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 VIDEO: ખેડા જિલ્લાના મહેમદાવાદના સણસોલી ગામે શરદ પૂનમની રાત્રિએ મસાણી માતાના મંદિરે ગરબામાં સંદીપ ઉર્ફે સચિન નામના એક 19 વર્ષીય યુવકની કરપીણ હત્યા થઈ હતી. આ ચકચારી હત્યાનો આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. સણસોલી ગામની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. 

App Store

મળતી માહિતી અનુસાર, મહેમદાવાદ તાલુકાના ખોબા જેવડાં સણસોલી ગામમાં ગત 7 ઑક્ટોબરે શરદ પૂનમે ગરબાનું આયોજન હતું. આ દરમ્યાન ગરબા રમવામાં મશગૂલ સંદીપ નામના યુવકની મંદિર પાછળ કોઈ અગમ્યકારણોસર છરી મારી આરોપી ફરાર થયો હતો. જેથી યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જેની પોલીસ ફરિયાદ મૃતકના પિતાએ નોંધાવી હતી. જે બાદ ખેડા ડીવાયએસપી દ્વારા  પોલીસની વિવિધ ટીમો અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા હત્યારાની શોધખોળ શરૂ કરી હતી. જો કે, પોલીસને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.

આરોપી મૃતકને ચપ્પાના બે ઘા મારી  હત્યા કરનાર મહેમદાવાદનો કિશન ઉર્ફે અજય હસમુખભાઈ ડાભી પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ અને બતામીદારોના આધારે કિશન ઉર્ફે અજય ડાભી નામના યુવકની ધરપકડ કરી હતી. જે બાદ આરોપીઓ હત્યાની કબૂલાત કરતા હથિયાર પણ પોલીસે જપ્ત કર્યું હતું.  જો કે હત્યા કરવા પાછળ સામાન્ય ઝઘડામાં મૃતક સચિન નામના યુવકને ચપ્પાના ઘા મારી આરોપી ફરાર થયો હતો.