VIDEO: સુરતના કડોદરા વિસ્તારમાં ઔદ્યોગિક એકમમાં ફરી આગ ભભૂકી ઉઠી
સોર્સ : gstv
VIDEO: દિવાળીના તહેવારો આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં આગની ઘટનાઓનો સીલસીલો જોવા મળી રહ્યો છે. સુરતમાં ઔદ્યોગિક એકમ ગણાતા કડોદરા વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. આ વખતે બારડોલી-કડોદરા હાઈવે પર જોળવા ગામ પાસે એક
મોટી ખાનગી મિલમાં આગ લાગી હતી. આગ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
ખાનગી મિલમાં આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, આગ ભીષણ હોવાથી આગના ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યાં હતાં. જો કે, રાહતની વાત એ હતી કે, આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. છતાં આગને લીધે લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો.

