Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Anand news: Bogus clinic caught tampering with citizens' health

Anand news: નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતું બોગસ ક્લિનિક ઝડપાયું

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Anand news: નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતું બોગસ ક્લિનિક ઝડપાયું
સોર્સ : gstv

Anand news: આણંદ શહેરમાંથી પોલીસે નકલી દવાખાનું ઝડપ્યું છે. પત્ની BHMSની ડિગ્રી ધરાવતી હોવા છતાં તેના પતિએ મુન્નાભાઈ સ્ટાઈલમાં ક્લિનિક ખોલી નાખી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. આણંદ SOG પોલીસની ધ્યાને આવતા બોગસ ક્લિનિક પર સપાટો બોલાવ્યો હતો.

App Store

મળતી માહિતી અનુસાર, આણંદ સહિત આસપાસના દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ અને ક્લિનિકને તંત્રએ સપાટો બોલાવી સંકજામાં લીધો હતો. આણંદ શહેરના નાપાડ તળપદ ગામે સરકારી પીએચસી સેન્ટરની બાજુમાં આ બોગસ ક્લિનિક ધમધમતું હતું. ડૉક્ટર પત્નીની ડિગ્રી પર પતિ ચલાવતો હતો ક્લિનિક. પોતાની ડૉક્ટર પત્નીની ડિગ્રી પર પતિ ચલાવતો હતો ક્લિનિક. ડૉ. સુશીલા ગરાસિયાની BHMSની ડિગ્રીનો ઉપયોગ કરી પતિ સંજય ગરાસિયા ક્લિનિક ચલાવતો હતો. જો કે, ડૉ.સુશીલાબેન આણંદની ખાનગી હોસ્પિટલ (અજય કોઠીયાલા)માં ફરજ બજાવે છે. મુન્નાભાઈ એવા સંજય દ્વારા પોતાની ક્લિનિકમાં 7 બેડ મૂકી સારવાર કરતો હતો.

હોમિયોપેથિકની ડિગ્રી હોવા છતાં એલોપેથિક સહિતની સારવાર આપવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. સંજય દ્વારા નકલી ક્લિનિક ચલાવવામાં આવતું હતું. સંજયની તપાસ કરતા તેની પાસે તબીબી સારવાર માટેની કોઈ જ ડિગ્રી ન હોવાનું ખુલ્યું હતું. કોની રહેમ નજર હેઠળ સંજય કરતો હેતો આ ગોરખ ધંધા.તે ચર્ચાનો વિષય બન્યો છે. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર બોગસ તબીબ એવા સંજય ઉર્ફે મુન્નાભાઈની આણંદ sogએ વધુ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.