Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Diwali fruits to state government employees, early salary to pensioners and employees

Gandhinagar news : રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી ફળી, પેન્શનરો અને કર્મચારીઓને વહેલો પગાર ચુકવાશે

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news : રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી ફળી, પેન્શનરો અને કર્મચારીઓને વહેલો પગાર ચુકવાશે
સોર્સ : gstv

Gandhinagar news : રાજ્ય સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન વહેલી તારીખે ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ચુકવણી તા.14 થી 16 ઓક્ટોબર-2025 દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે.   

App Store

સરકાર દ્વારા તા.13/10/1993ના ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓના માસિક પગાર અને ભથ્થા આવતા મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોમાં ચુકવવાના નિયમો છે. પરંતુ, આ વર્ષે દિવાળીનો તહેવાર તા.20 ઓક્ટોબર 2025ના રોજ આવતાં તહેવારની ઉજવણી આનંદપૂર્વક કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે છૂટછાટ આપી આ ચુકવણીની તારીખો આગળ લાવવાનો નિર્ણય લીધો છે. 

આ મુજબ, ઓક્ટોબર-2025 મહિનાના પગાર, ભથ્થા અને પેન્શનની ચુકવણી તબક્કાવાર રીતે તા.14, 15 અને 16 ઓક્ટોબર 2025ના રોજ હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના આ પગલાને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલાં આર્થિક રાહત મળશે