દ્વારકામાં ફરી લવ જીહાદ: રોજ સગીરાનો પીછો કરી છેડતી કરતાં શખ્સે દીકરીના પરિવારને ઢોર માર માર્યો
દ્વારકા જિલ્લામાં ફરી એકવાર લવ જીહાદ અને લેન્ડ જીહાદમાં વિધર્મીઓનો આતંક સામે આવ્યો છે. દ

દ્વારકા જિલ્લામાં ફરી એકવાર લવ જીહાદ અને લેન્ડ જીહાદમાં વિધર્મીઓનો આતંક સામે આવ્યો છે. દ્વારકા જિલ્લાના ભાળથર ગામે સગીરાની છેડતી નહીં કરવા સમજાવા જતા સગીરાના પિતા પર 4 વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દ્વારકા જિલ્લામાં જામ ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે સગીરાનો પીછો કરતા વિધર્મી યુવાન સહિત 4 સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ભાડથર ગામની એક સગીર વયની દીકરીનો પીછો કરતા સમીર સલીમ સૈયદ સહિત 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ભાળથર ગામે રહેતી ૧૫ વર્ષની સગીર વયની દીકરી ભાડથર ગામથી વિંજલપર ગામે આવેલ શાળાએ અભ્યાસ માટે અપ ડાઉન કરે છે.
બસમાં અપ ડાઉન કરતી સગીર દીકરીનું દરરોજ આ શખ્સ દ્વારા પીછો કરી છેડતી કરવામાં આવતી હતી. વાતની જાણ થતાં દીકરીના પિતાએ તેમજ તેમના મોટા ભાઈએ મળીને વિધર્મી યુવાનને સમજાવ્યો હતો. ત્યારબાદ આરોપી સમીર સલીમ સૈયદ ઉશ્કેરાયો હતો અને 4 શખ્સોને સાથે રાખી ફરીયાદીના ગેરેજ પર જઈ ફરિયાદીને લાકડીના ધોકા તેમજ પાઇપ જેવા હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ભાવનગરમાં દીકરી સાથે વાત કરતા વિદ્યાર્થીને પિતાએ શિક્ષકની હાજરીમાં જ ચપ્પાના ઘા ઝીંક્યા
જેમાં ફરિયાદીના પરિવારના 3 સભ્યોને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી. આ સાથે ફરિયાદીને માર મારી જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર બનાવવા અંગે, સમીર સલીમ સૈયદ, ઈબ્રાહીમ સલીમ સૈયદ, અજીત ઈબ્રાહીમ સૈયદ અને અમીર સલીમશા ફકીર સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ખંભાળિયા પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે. અવાર નવાર વિધર્મીઓ દ્વારા છેડતીના બનાવો અટકાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.






