AMRELI : દેવરાજીયા ગામ પાસે લીમડા સાથે કાર અથડાતા 4 વર્ષના બાળકનું ઘટનાસ્થળે મોત, 4 ઈજાગ્રસ્ત
Devarajiya village car accident four year-old child died | Amreli News : રાજ્યમાં આજે ભાવનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં મહિલાના મોટ બાદ હવે અમરેલીના દેવરાજી

Amreli News : રાજ્યમાં આજે ભાવનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં મહિલાના મોટ બાદ હવે અમરેલીના દેવરાજીયા ગામે કારના અકસ્માતમાં એક 4 વર્ષના બાળકના મોત થયાના સમાચાર છે.
લીમડા સાથે કાર અથડાઈ
દેવરાજીયા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે નજીકે લીમડા ના ઝાડ સાથે વેગેનાર ફોરવ્હીલ કાર ધડાકાભેર અથડાઈ હતી. કારમાં 5 લોકો સવાર હતા. આ તમામ લોકોને કારમાંથી બહાર કાઢી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જેમાં એક 4 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. અમરેલી સિવિલમાં ફરજ પરના ડોક્ટરે આ બાળકને મૃત જાહેર કર્યું હતું. ઘટનાની જાણ થતા અમરેલી ભાજપના મોટા નેતા દિલીપ સંઘાણી પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતા.
ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે મોત
ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર નારી ગામ નજીક મોટરસાયકલ પર સવાર એક દંપત્તિને અજાણયા વાહને ટક્કર મારી હતી. અકસ્માતની આ ઘટનામાં દંપત્તિમાંથી મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે, જયારે મૃતકના પતિને પણ ગંભીર ઈજાઓ થઇ છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અજાણ્યા વાહનના ચાલાક સામે ગુનો નોંધી મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.








