અમદાવાદ / નિકોલ PI જાટને રેલો આવતા ફરી રાજકીય નેતાઓ અને સિનિયર અધિકારીઓના પગ પકડવા દોડ્યાં!
અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી. જાટ વિરુદ્ધ પોલીસ સ્ટેશનના જ બે PSIએ લે

અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી. જાટ વિરુદ્ધ પોલીસ સ્ટેશનના જ બે PSIએ લેટર લખતા અને કંટ્રોલરૂમમાં PI જાટના ત્રાસ બાબતે મેસેજ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બનતા જ હવે PI જાટની ની મુશ્કેલીમાં વધારો થયો છે.
PI કે.ડી. જાટ સિનિયર અધિકારીઓ, નેતાઓના પગ પકડવા દોડ્યા
PI કે.ડી. જાટ વિરુદ્ધ થયેલા આક્ષેપોની તપાસ હવે H ડિવિઝનના ACP આર.ડી ઓઝાને સોંપવામાં આવી છે. PI કે.ડી. જાટ તેમના તાબાના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરીને દ્વેષભાવ રાખીને હેરાન કરતા હોવાનો આક્ષેપ થતાં જ તેઓ ફરીવાર રાજકીય નેતાઓ અને સિનિયર અધિકારીઓના પગ પકડવા દોડ્યાં છે અને પોતાને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
બીજી તરફ લોકોમાં ખોટી શંકાઓ ન ઉપજે તે માટે PI કે.ડી. જાટ સવારે જ હાંફળા ફાફળા થઈને નિકોલ પોલીસ સ્ટેશન પહોચ્યાં હતા. જો કે ત્યારબાદ બપોરે સરકારી કામના બહાને નીકળી પણ ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, દેશી દારૂની 10 હાટડીઓ પર રેડ કરી 12 નામચીન બુટલેગરોની ધરપકડ કરી
બે PSIએ PI કે.ડી. જાટ વિરુદ્ધ કરી છે અરજી
નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI જે.બી શિયાળે શહેર પોલીસ કમિશનર તથા ગૃહ રાજ્યમંત્રીને લેખિત અરજી કરી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી. જાટ વારંવાર ચોક્કસ PSIને જ બંદોબસ્ત ફાળવે છે. ઉપરાંત જયારે કોઇપણ વિષયને લઈને રજૂઆત કરવા જાય ત્યારે PI જાટ અપશબ્દોનો પ્રયોગ કરીને અપમાનિત કરીને કાઢી મુકે છે.
ઉપરાંત એક વર્ષ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશનના સાતથી આઠ પોલીસકર્મીઓએ પણ PI જાટના ગેરવર્તન અને ત્રાસથી કંટાળીને બદલી કરાવી લીધી હતી. PI જાટ અવાર નવાર ચોકીઓ બદલી નાખીને યોગ્ય રીતે નોકરી પણ ન કરવા દેતા હોવાનો આક્ષેપ કરાયો છે.
શનિવાર રાત્રે રાજેશ યાદવ નામના PSIએ પણ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ફરિયાદ કરી હતી કે PI કે.ડી. જાટના ત્રાસથી કંટાળી ગયો છું વારંવાર અભદ્ર શબ્દોનો પ્રયોગ કરીને અપમાનિત કરે છે. જેથી માનસિક તણાવ અનુભવું છું અને કંટાળી ગયો છું.
બે PSIએ કરેલા આક્ષેપોને લઇને હવે H ડિવિઝન એસીપીએ તપાસ શરૂ કરી છે. ત્યારે બે દિવસમાં તપાસ પૂર્ણ કરવાની બાંયધરી આપનાર અધિકારીઓ આ PI કે.ડી. જાટ કે જેમની પર અગાઉ અનેક આક્ષેપો થયા હતા તેમને બચાવી લે છે કે કડક સજા કરે છે તે સવાલ પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યો છે.








