મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભારે વરસાદને પગલે DEOની જાહેરાત, આવતીકાલે શાળાઓમાં વિદ્યાર્થીઓને રહેશે રજા

સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વળી આગાહી પણ ભ

સુરતમાં ભારે વરસાદને પગલે DEOની જાહેરાત, આવતીકાલે શાળાઓમાં વિદ્યાર્થીઓને રહેશે રજા

સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વળી આગાહી પણ ભારે વરસાદની છે. જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. ઘણી શાળાઓ પાણીમાં ગરકાવ થઈ છે. તો ઘણી શાળાઓમાં વરસાદ ના ટપકતા પાણી વચ્ચે વિદ્યાર્થીઓ ભણવા મજબૂર થયા હોય તેવી સ્થિતિ સામે આવી છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 24 જુલાઈ બુધવારના રોજ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓના હિતમા નિર્ણય

સુરતમાં ભારે વરસાદના કારણે ખાડી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે રસ્તાઓ જળમગ્ન બની ગયા છે. સાથે જ વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

અતિવૃષ્ટિના પગલે નિર્ણય

ડી ઈ ઓ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હોવાથી હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિતમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે. આ સૂચનાનો અમલ તમામ શાળાઓએ ચુસ્તપણે કરવાનો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો