મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલો કરનાર PI સંજય પાદરીયાને સસ્પેન્ડ કરવાની માંગ

Khodaldham-Sardardham dispute : પાટીદાર સમાજની બે મુખ્ય સંસ્થાઓ ખોડલધામ કાગવડ અને સર

સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલો કરનાર PI સંજય પાદરીયાને સસ્પેન્ડ કરવાની માંગ

Khodaldham-Sardardham dispute : પાટીદાર સમાજની બે મુખ્ય સંસ્થાઓ ખોડલધામ કાગવડ  અને સરદારધામ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ બંને સંસ્થા વચ્ચેનો વિવાદ હવે મારકૂટ સુધી પહોંચ્યો છે.  ગઈકાલે 25 નવેમ્બરે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને ઉદ્યોગપતિ જયંતિ સરધારા પર PI  સંજય પાદરીયાએ હુમલો કરતાં જયંતિ સરધારાને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. હુમલાની આ ઘટના માવડી-કણકોટ રોડ પર બની છે. 

નરેશ પટેલની સામે તું થઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હુમલો કર્યો : જયંતિ સરધારા

જયંતિ સરધારાનો લોહીલુહાણ હાલતે નિવેદન દેતો વિડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા  કે PI સંજય પાદરિયાએ એમ કહીને હુમલો કર્યો કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેર ચાલે છે છતાં ઉપપ્રમુખ કેમ બન્યો? નરેશ પટેલની સામે તું થઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હુમલો કર્યો. 

PI સંજય પાદરીયા સામે નોંધાયો હત્યાના પ્રયાસનો ગુનો

આ સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસે વિવિધ કલમો અંતગર્ત PI સંજય પાદરીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીઆઇ સંજય પાદરીયાએ જયંતિભાઇ સરધારાને અપશબ્દો કહીને લમણે પિસ્તોલ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભારતીય દંડ સંહિતાની કલમ 109 (1),115(2),118(1) 352, 351(3), તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

પોલીસે તપાસ માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી 

રાજકોટમાં ભાજપના નેતા અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર થયેલા હુમલાની તપાસ થઈ રહી. એસીબી બી.જે. ચૌધરીએ કહ્યું કે, પોલીસે તપાસ માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર મામલે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યાં છે, જોકે હજુ સુધી આ હુમલામાં PI  સંજય પાદરિયા પાસે કોઈ હથિયાર હતુ કે નહીં તે સ્પષ્ટ થયું નથી. હુમલામાં જયંતિ સરધારાનાને માથાના ભાગે ઈજા પહોંચી છે અને તબીબનો રિપોર્ટ આવવાનો બાકી છે.

હુમલાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

જયંતિ સરધારા પર થયેલા હુમલા મામલે વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે PI સંજય પાદરીયા પાસે હાથમાં કોઈ હથિયાર નથી. જયંતિ સરધારા અને સંજય પાદરીયા વચ્ચે પહેલા બોલાચાલી થાય છે અને ત્યારબાદ બંને વચ્ચે હાથાપાઈ થાય છે. આ પછી ઘર્ષણને અટકાવવા માટે બે વ્યક્તિ મધ્યસ્થી કરે છે. જયંતિ સરધારા PI સંજય પાદરીયાના માથાના ભાગે પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે ઘા ઝીંકવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. જો કે આ વીડિયો હુમલાની ઘટનાનો પુરો વીડિયો છે કે અધૂરો તે તપાસનો વિષય છે. 

PI સંજય પાદરિયાને સસ્પેન્ડ કરે સરકાર : શર્મિલા બાંભણીયા

જ્યંતિ  સરધારા પર હુમલા મામલે ખોડલધામ બિનસક્રિય ટ્રસ્ટી અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા ટ્રસ્ટી શર્મિલા બાંભણીયાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે PI સંજય પાદરિયા ખોડલધામ ચેરમેન નરેશ પટેલને સમર્પિત માણસ છે. નરેશ પટેલ કહે તેટલું જ સંજય પાદરીયા કામ કરે છે. સરકારને કહીશ PI સંજય પાદરીયાને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. તેમણે કહ્યું કે સરદારધામને દબાવવાનો પ્રયાસ કરમાવા આવી રહ્યો છે. કોઈ એક વ્યક્તિનું જ વર્ચસ્વ હોઈ તેવુ ન ચાલે.  સરદારધામ સંસ્થા અનેક સેવાકીય સંસ્થા સાથે આગળ વધી રહી છે. 

આ બંન્નેનો અંગત મામલો છે : ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા

જયંતિ સરધારા પર હુમલા મુદ્દે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કહ્યું કે આ મામલો બંન્નેનો અંગત છે. સંસ્થાને આનાથી કોઈ લેવા-દેવા નથી. વધુમાં તેમણે કહ્યું કે નરેશ પટેલ હાલ વિદેશમાં છે અને વિદેશમાં આ ઘટના વિશે તેમને ચિંતા કરી છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ બનવી ન જોઈએ. સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઇ વિવાદ નથી. સમાજના બંન્ને દિકરા છે તેની ચિંતા અમે કરીએ છીએ. નરેશ પટેલ વિદેશથી આવ્યા બાદ સામાજિક આગેવાનો સાથે બેસીને આ પ્રશ્નનું સમાધાન કરશે.

આ સમાચાર શેર કરો