ગુજરાત: 'દીદી'ને સલાહ અપનારાના મોં પર આદિવાસી 'દીકરી' પરના દુષ્કર્મ મામલે તાળાં, બળાત્કારીને ફાંસી આપોની ઉઠી માંગ
ગુજરાતમાં દીકરી-મહિલાઓ સલામત નથી તેવી પરિસ્થિતિ પરિણમી છે, તેમ છતાંય સરકાર-ગૃહવિભાહનું પેટનું પાણી હલતું નથી. સ્થિતિ એ હદે

ગુજરાતમાં દીકરી-મહિલાઓ સલામત નથી તેવી પરિસ્થિતિ પરિણમી છે, તેમ છતાંય સરકાર-ગૃહવિભાહનું પેટનું પાણી હલતું નથી. સ્થિતિ એ હદે કથળી છે કે ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષમાં 648 દીકરી-મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની છે, આમ છતાંય સરકાર સલામતગુજરાતની દુહાઈ આપી રહી છે. ઝઘડિયામાં એક માસુમ દિકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો, જેણે હોસ્પિટલના બિછાને જ છેલ્લો શ્વાસ લીધો હતો.
ગુજરાતના કાયદા અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા
આ ઘટનાએ ગુજરાતના કાયદા અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે, ત્યારે ગુજરાતના જુદા-જુદા શહેરોમાં રેલીઓ યોજાઈ રહી છે અને આરોપીને સખ્તમાં સખ્ત સજા આપવાની માંગ ઉઠી રહી છે. દરમિયાન કાંકરિયા કાર્નિવલ વખતે મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યકરોએ ઝઘડિયા દુષ્કર્મ હત્યાકાંડના આરોપીને ફાંસી આપો તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં જેના પગલે વિરોધ પ્રદર્શન કરતાં લોકોની પોલીસે અટકાયત કરી હતી. બધાય કાર્યકરોને મણિનગર પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. વિરોધ કરનારાઓનું કહેવું છેકે દુષ્કર્મની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં દીકરી-મહિલાઓ અસલામતી અનુભવી રહી છે. તેમ છતાં સરકારને કંઈ પડી નથી.
કોલકાત્તામાં દુષ્કર્મની ઘટના સર્જાઈ ત્યારે ભાજપના નેતાઓ -કાર્યકરો સલાહો આપવા લાગ્યા હતા. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પં.બંગાળના મુખ્યમંત્રી મમતા દીદીને રાજ્યની કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેની સલાહ આપી હતી. નવાઈની વાત એ છે તે ઝઘડિયા-દાહોદમાં નિર્ભયાકાંડ થયો તેમ છતાંય ભાજપના એક પણ નેતા પિડીતાને મળવા ગયા નહોતા. આ ઉપરાંત માસૂમ જીંદગીથી હારી ગઈ પછી પણ મુખ્યમંત્રી કે ભાજપનો એકપણ નેતા સંવેદનાનો
બળાત્કારીને ફાંસી આપોની ઉઠી માંગ
ગુજરાતમાં દિકરી-મહિલાઓ અડધી રાત્રે પણ બિન્દાસ થઈને ફરી શકે છે તેવા દાવા કરવામાં આવી રહ્યાં છે ત્યારે શાંત-સલામત ગુજરાતમાં નરાધમો દિકરી-મહિલાઓને નિશાન બનાવી રહ્યાં છે. દિવસે દિવસે બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવા તકીયા કલામ સાથે ગૃહમંત્રી બણગાં મારી રહ્યાં છે પણ વાસ્તવિકતાએ છે કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી જાણે કથળી રહી છે તેવું ગુજરાતની જનતા અહેસાસ કરી રહી છે.
આ પણ વાંચો: આણંદ-નડિયાદમાં છેલ્લા 24 કલાકમાં બે માર્ગ અકસ્માતની ઘટના, એકનું મોત તો 6 ઘાયલ
પશ્ચિમ બંગાળમાં દુષ્કર્મની ઘટના બનતાં મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને મમતા બેનર્જીને સલાહ આપી હતી કે મમતા દીદી, અમારે શબ્દોની નહી, કાર્યવાહીની જરૂર છે. પોસ્કો જેવા મજબૂત કાયદા અમલમાં છે, પણ તેનો પ્રભાવ સ્થાનિક પોલીસની નિષ્પક્ષ કાર્યવાહી પર નિર્ભર છે. તપાસથી માંડીને સજા સુધી, સમય પર ન્યાય મહત્ત્વપૂર્ણ છે. મહિલાઓની સુરક્ષા એક મૌલિક માનવઅધિકાર છે. આ કોઈ રાજનીતિક મુદ્દો નથી. આપણે પારદર્શિતા અને સામુહબિત જવાબદારી સાથે કામ કરવું પડશે કે. આપણી દીકરી-બહેનો વિના ડરથી રહી શકે, હવે બહું મોડું કર્યા વગર, બહાનાબાજી કર્યા વિના ત્વરિત કાર્યવાહી થવી જોઈએ.








