ગોંડલમાં રાજસ્થાનના જાટ યુવકના શંકાસ્પદ મોતમાં CBI તપાસની માંગ, કોંગ્રેસે પણ ઉઠાવ્યા સવાલ
ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે મારકૂટ બાદ પાઉંભાજીના ધંધાર્થીનો પુ

ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે મારકૂટ બાદ પાઉંભાજીના ધંધાર્થીનો પુત્ર તેમજ UPSCની તૈયારી કરતા યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. ગોંડલમાં રાજસ્થાનના જાટ પરિવારના યુવકનું મોત થતા સાંસદ હનુમાન બેનીવાલે CBI તપાસની માંગ કરી છે.
શું છે ઘટના?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યો હતો કે, ગત 2 માર્ચે પોતાના પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે મોટેથી બોલતા બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 8-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં પિતા-પુત્ર બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પણ પછી રહસ્યમય રીતે ગુમ થઇ ગયો હતો.
આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ એસ.પીને લેખિત ફરિયાદ અરજી આપી હતી. તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને ત્રણ દિવસ પહેલા કૂવાડવા નજીક વાહન અડફેટે ઇજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપતા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે મરનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
સાંસદ હનુમાન બેનીવાલે CBI તપાસની માંગ કરી
રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલે પણ આ ઘટનાને લઇને ટ્વીટ કર્યું છે. હનુમાન બેનીવાલે CBI તપાસની માંગ કરી છે.
અમિત ચાવડાએ પણ ઉઠાવ્યા સવાલ
બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ આ ઘટનાને લઇને સવાલ ઉઠાવ્યા છે.








