સુરતમાં મૂકબધિર સગીરાને ફસાવી નરાધમે આચર્યુ દુષ્કર્મ, પેટમાં દુઃખતા ગર્ભવતી હોવાનું આવ્યુ સામે
સુરતમાં દુષ્કર્મના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પીપલોદ વિસ્તારમાં મૂકબધિર સગીરા નરાધમે પોતાન

સુરતમાં દુષ્કર્મના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પીપલોદ વિસ્તારમાં મૂકબધિર સગીરા નરાધમે પોતાની જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યુ હતુ. જેથી સગીરાને પેટમાં દુઃખાવો હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલ લઈ જવાતા તેણી ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું. સગીરાને ચાર મહિનાનો ગર્ભ હોવાનું નિદાન થતા પોલીસે ગુનો નોંધી નરાધમને ઝડપી લીધો છે.
પરિવારજનો ચોંક્યા
૧૭ વર્ષીય સગીરા જન્મથી મૂકબધિર છે. આ સગીરા ટ્રસ્ટમાં સિવણ તથા બ્યુટી પાર્લરનું કામ શીખી હતી. તેણી વેસુ ખાતે બ્યુટીપાર્લરમાં નોકરીએ જતી હતી. દરમિયાન સગીરાને પંદરેક દિવસથી પેટમાં દુઃખાવો થતો હતો.પરિવારજનો તેણીને નજીકના ખાનગી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે ચેકઅપ કરતા સગીરાને ગર્ભ હોવાનું કહેતા પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી.
4 મહિનાનો ગર્ભ
સગીરાને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાંના ડોક્ટરે સગીરાને ૪ મહિનાનો ગર્ભ હોવાનું નિદાન કરતા ઉમરા પોલીસને જાણ કરાઈ હતી.મૂકબધિર સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કોણ? તે શોધવું ઉમરા પોલીસ માટે ચેલેન્જિગ હતુ. પોલીસે આ મામલે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સગીરાના મિત્રવર્તુળ તથા તે જ્યાં નોકરીએ જતી ત્યાં તથા નોકરીના રૂટ મામલે તપાસ કરી હતી.








