PATAN / બોયઝ હોસ્ટેલમાંથી મળ્યાં યુવક-યુવતીના મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?
Patan News : પાટણ શહેરમાં દેવદર્શન કોમ્પલેક્સમાં જે. ડી. બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી યુવક અને યુવતીના શંકાસ્

Patan News : પાટણ શહેરમાં દેવદર્શન કોમ્પલેક્સમાં જે. ડી. બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતા. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
એક રૂમમાંથી મળ્યાં બંનેના મૃતદેહ
જે. ડી. બોયઝ હોસ્ટેલના એક રૂમમાં યુવકનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં તેમજ યુવતીનો મૃતદેહ બેડ પરથી મળી આવ્યો હતો. સંચાલકોએ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ હોસ્ટેલ દોડી આવી હતી.
યુવતી પાટણની, યુવક યુપીનો
પોલીસને આ રૂમમાંથી યુવકનું આધારકાર્ડ મળી આવ્યું હતું, જેના પરથી જાણવા મળ્યું કે યુવક ઉત્તરપ્રદેશનો વતની છે, જયારે યુવતી પાટણની હોવાનું જાણવા મળ્યું હતું. બંનેના મોબાઈલ પણ મળી આવ્યા છે.
હત્યા કે આત્મહત્યા?
યુવક યુવતીના મૃતદેહ મળી આવવા અંગે અનેક સવાલો ઉભા થયા છે. આ બંનેએ સાથે આત્મહત્યા કરી છે કે કોઈએ તેમની હત્યા કરીને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે? આ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલ છે, તો યુવતી આ હોસ્ટેલના રૂમમાં કેવી રીતે આવી? પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.








