Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Video: beneficiary in government book, but assistance not deposited in account!

Video: Dang માં ખેડૂતો સાથે અન્યાય, સરકારી ચોપડે લાભાર્થી, પણ સહાય ખાતામાં જમા ન થઈ!

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લાના ખેડૂતો પર કુદરત અને સરકારી તંત્ર એમ બેવડો માર પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વર્તમાન ચોમાસા બાદ કમોસમી વરસાદે ઊભા પાકનો વિનાશ વેર્યો છે, પરંતુ ખેડૂતો સરકારી સહાય માટે અરજી કરવાનું ટાળી રહ્યા છે. તેનું મુખ્ય કારણ છે કે વર્ષ 2024 માં થયેલા નુકસાનની સહાય આજદિન સુધી તેમને મળી નથી.

App Store

સરકારી ચોપડે સહાય ચૂકવાઈ, ખાતા ખાલી

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, ડાંગ જિલ્લામાં 100 થી વધુ એવા ખેડૂતો છે, જેમને સાચા અર્થમાં પાકનું નુકસાન થયું હતું. આ ખેડૂતોને સહાય મળી જ નથી, પરંતુ સરકારી ચોપડે એવો રિપોર્ટ બોલે છે કે તેઓને સહાય ચૂકવી દેવાઈ છે.

નડગખાદી, ચીકટિયા જેવા ગામોના ખેડૂતોએ જણાવ્યું કે, તેમના ખાતામાં સરકારી સહાય જમા થઈ હોવાનું કાગળિયામાં દર્શાવાય છે, પરંતુ હકીકતમાં તેમના ખાતામાં કોઈ રકમ આવી નથી. આ કારણે, જે ખેડૂતો ગત વર્ષની સહાયથી વંચિત રહ્યા છે, તેમણે 2025 માં પાક નુકસાની માટે ફોર્મ ભરવાનું પણ ટાળ્યું છે.

ખેતીવાડી અધિકારીનો ખુલાસો

આ અંગે ડાંગના ખેતીવાડી અધિકારીનો સંપર્ક સાધવામાં આવતા, તેમણે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોને સહાયના પૈસા સીધા તેમના ખાતામાં (DBT) જતા હોય છે. જો કોઈ ખેડૂતને પૈસા નથી મળ્યા, તો તેઓએ તાત્કાલિક સરકારી કચેરીએ આવીને ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી આ મામલે યોગ્ય તપાસ કરીને ભૂલ સુધારી શકાય.

જોકે, ખેડૂતોનો આક્રોશ એ વાતનો છે કે એક વર્ષથી વધુ સમય વીતી જવા છતાં સરકારી ચોપડાની ભૂલ સુધારાઈ નથી, જેના કારણે ખેડૂતોનો સરકારી પ્રક્રિયા પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.