મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘જનજાતિય ગૌરવ દિવસ’/ મુખ્યમંત્રીના કાર્યક્રમ પૂર્વે સ્થાનિક વિપક્ષી નેતાઓને પોલીસે નજરકેદ કર્યા

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ‘જનજ

‘જનજાતિય ગૌરવ દિવસ’/ મુખ્યમંત્રીના કાર્યક્રમ પૂર્વે સ્થાનિક વિપક્ષી નેતાઓને પોલીસે નજરકેદ કર્યા

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં  ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે રાજ્યકક્ષાની ઉજવણી ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થઈ રહી છે. મુખ્યમંત્રી આહવા ખાતે પહોંચે તે અગાઉ જ ડાંગ જિલ્લાના બીટીપી, કોંગ્રેસ ,બહુજન સમાજ પાર્ટીના નેતાઓને પોલીસે નજરકેદ કર્યા છે. 

આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 5 કરોડની જમીનના વેલ્યુએશન પર પ્રિમિયમ મંજૂરી કલેક્ટર આપશે

કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ મનીષ મારકણા દ્વારા  રાજભા ગઢવીએ ઉચ્ચારેલા ડાંગના આદિવાસી લોકો પ્રવાસીઓને કપડાં કાઢી લૂંટી લેતા હોવાના નિવેદનનો  વિરોધ કરતાં પોલીસે તેમને નજરકેદ કર્યા છે.  તેમણે કહ્યું કે, આદિવાસીઓનો અવાજ દબાવવા માટે અમારા જેવા નેતાઓને ડિટેઈન કરી લેવામાં આવ્યા છે. 

જણાવી દઈએ કે, ડાંગના પ્રશ્નો મુખ્યમંત્રીને રજૂ કરવા જવાની વાત કરનારા સ્થાનિક વિપક્ષી યુવા નેતાઓને પોલીસે ડિટેઈન કરી લીધા હતા. 

ડાંગ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રાજ્યના  આદિજાતિ વિકાસ મંત્રી  ડૉ. કુબેરભાઈ ડિંડોર, વલસાડ- ડાંગ જિલ્લાના સાંસદ તેમજ લોકસભાના દંડક  ધવલભાઈ પટેલ, ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલ અને ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન સહિત મહાનુભાવો, સામાજીક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારના જમુઈ ખાતેથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કર્યો છે. સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન'નો શુભારંભ કરાવ્યો છે. 

આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી અને સમગ્ર આદિવાસી સમાજના લડવૈયાને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ ૨૦૨૧માં આ દિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો