મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાસી ઉત્તરાયણે સુરતીઓએ પતંગની સાથે લગાવ્યા ઠુમકાં, ધાબા પર ચીકી-ઊંધિયાની સાથે ડીજેના તાલે કર્યો ડાન્સ

સુરતનો પોતિકો તહેવાર એવા ઉત્તરાયણની ઉજવણી એકની જગ્યાએ બે દિવસની રહેતી હોય છે. દરવર્ષની જેમ સ

વાસી ઉત્તરાયણે સુરતીઓએ પતંગની સાથે લગાવ્યા ઠુમકાં, ધાબા પર ચીકી-ઊંધિયાની સાથે ડીજેના તાલે કર્યો ડાન્સ

સુરતનો પોતિકો તહેવાર એવા ઉત્તરાયણની ઉજવણી એકની જગ્યાએ બે દિવસની રહેતી હોય છે. દરવર્ષની જેમ સુરતીઓ ઉત્તરાયણની સાથે સાથે વાસી ઉત્તરાયણની પણ મનભરીને મજા માણતા હોય છે. ત્યારે આજે વાસી ઉત્તરાયણે પવન સારો રહેતા પતંગરસિકોએ મનભરીને અવકાશી યુદ્ધ સમાન પતંગની મજા માણી હતી. તો મહિલાઓએ ડીજેના તાલે ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચોઃ નવસારીમાં ઉત્તરાયણ ધાબા પરથી પટકાવા સહિતના 68 કેસ નોધાયા, 108 એમ્બ્યુલન્સ સતત રહી દોડતી

ગીતો પર ઝૂમ્યા ધાબા

સવારથી જ સુરતીઓ વાસી ઉત્તરાયણે પણ ધાબા પર ચડી ગયા હતાં. ધાબા પર ડીજે ગોઠવી દેવાયા હતાં. જેમાં બોલીવૂડની સાથે ગુજરાતી અને અંગ્રેજી ગીતોની મોજ માણતાં લોકો જોવા મળ્યાં હતાં. પવન થંભી જાય ત્યારે પતંગ રસિકોને ઠુમલાં લગાવવા પડતાં હતા તો અન્ય લોકો ગીતોના તાલે ડાન્સના ઠુમકાં લગાવતાં પણ જોવા મળ્યાં હતાં.

ઠંડક રહી દિવસભર

ખાસ કરીને લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો. ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન જળવાઈ રહ્યો હતો. પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની રહી હતી. જેથી આજે વાસી ઉત્તરાયણના તહેવારે પણ પતંગ રસિકોને મજા પડી હતી. સાથે જ મનભરીને તહેવારની ઉજવણી કરી હતી. 

આ સમાચાર શેર કરો