માવઠાંથી દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ પાકને નુકસાન, સર્વે કરી વળતર આપવા ખેડૂતોની માગ
ગતરોજ વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી માવઠું પડ્યું હતું. ઘણી જગ્યાએ વરસાદની સાથે સાથે કરાં પણ પડ્યાં હતા

ગતરોજ વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી માવઠું પડ્યું હતું. ઘણી જગ્યાએ વરસાદની સાથે સાથે કરાં પણ પડ્યાં હતાં. જેના પગલે ઉનાળું પાકને પારાવાર નુકસાન થયું છે. હાલ ખેતરમાં ઉભેલા બાગાયતી પાક સહિતના તલ, મગને પણ નુકસાન થયું છે. જેથી આ નુકસાનોની સર્વે કરાવીને વળતર આપવામાં આવે તેવી માગ કરાઈ છે.
સર્વે તાત્કાલિક થવો જોઈએ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું છે. ઓલપાડના કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા નુકસાન થયું છે. માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે. તલ, મગ સહિત બાગાયતી પાક અને કેરીને નુકસાન પહોંચ્યું છે. જેથી નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોએ માગ કરી છે.
વળતરની માગ
ખેડૂત આગેવાન જયેશ પટેલએ કહ્યું કે, માવઠામાં થયેલા નુકસાનનો સર્વે કરવો જોઈએ. સર્વેના આધારે સરકારે ખેડૂતોને વળતર આપવું જોઈએ. કારણ કે, હાલ તલ અને મગ પાક પર છે. જ્યારે આંબા પર મોટી સંખ્યામાં કેરી લાગી છે. વાવાઝોડાના કારણે કેરીઓ આંબા પરથી ખરી પડી છે. જેથી તાત્કાલિક સરકારે વળતર આપવું જોઈએ.








