દાહોદમાં કપાતર પુત્રએ જમવા જેવી નજીવી બાબતે માતાની હત્યા કરી

દાહોદ જિલ્લામાં એક કપાતર પુત્રએ જમવાનું બનાવવા જેવી નજીવી બાબતે માતાની ક્રુરતાપૂર્વક હત્યા કરી છે. દાહોદના ખેડા ગામમાં એક પુત્રએ રાત્રિનું ભોજન બનાવાની બાબતે માતા સાથે ઝગડો કર્યો હતો. ઝગડો કરતાં વિજય નામક યુવક ખુબ ઉશ્કેરાઈ ગયો અને આખરે પોતાની સગી જનેતાને રસોડામાં પડેલા લાકડા અને સ્ટીલના કડછાથી માથાના ભાગે ઘા કરી મોતને ઘાટ ઉતારી હતી.
આ પણ વાંચો : PMJAY ડિલિવરી સ્કેમ: ડૉક્ટરોએ વધુ પૈસાની લાલચમાં 6151 સિઝેરિયન પ્રસુતી કરાવી હોવાનો આરોપ
આ બનાવ બનતા જ આસપાસના કોઈ પાડોશીએ ફોન કરીને પોલીસને જાણ કરી અને બનાવની જાણ લીમડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જમવા જેવી નજીવી બાબતમાં પોતાની જનેતાને મોતને ઘાટ ઉતારનાર પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

