Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : big news over manrga scam in devgadhbaria

Dahod News: મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર, સસ્પેન્ડેડ ટેક્નિકલ આસીસ્ટન્ટની થઈ ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 13 May 2025
લાઇવ ટીવીGoogle News
Dahod News: મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર, સસ્પેન્ડેડ ટેક્નિકલ આસીસ્ટન્ટની થઈ ધરપકડ

Dahod News: દાહોદના દેવગઢબારીયા અને ધાનપુરમાં થયેલ મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મનરેગા કૌભાંડમાં સસ્પેન્ડ ટેક્નિકલ આસીસ્ટન્ટની ધરપકડ થઈ છે. કૌભાંડમાં સંડોવાયેલા દેવગઢ બારિયાના ટેક્નિકલ સહાયક મનીષ પટેલની પોલીસે ધરપકડ કરી છે. ખોટા પૂર્ણતા પ્રમાણપત્રો બનાવવા સહિતની ભૂમિકા ભજવાતા મનીષ પટેલની ધરપકડ કરી છે. પોલીસે આરોપી મનીષ પટેલને કોર્ટમાં રજુ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ મનરેગાના ચાર કરાર આધારીત  કર્મચારીઓની ધરપકડ થઈ છે.

App Store

દાહોદ જિલ્લામાં નકલી એન.એ. જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ 2021 થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી છે. આ ગેરરીતિનો આંકડો 71 કરોડ રૂપિયાથી વધુનો થાય છે. આ મામલે શુક્રવારે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધાનપુર અને દેવગઢ બારીયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે. 

ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ નથી લીધો તેવી એજન્સીઓને 100 ટકા ચૂકવણી કરાઈ

દેવગઢબારિયા તાલુકાના કૂવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઇ સહિત ત્રણ ગામોમાં માટી મેટલ રોડ, સીસી રોડ, ચેક વોલ, સ્ટોન બંડ જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું છે. આ કામોનું કમ્પ્લિટિશન સર્ટી રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ હતો તેને બદલે અન્ય એજન્સીઓને ચૂકવણી કરી દેવામાં આવી છે. જે એજન્સીઓને ચૂકવણી કરવામાં આવી છે તે એવી એજન્સીઓ છે જેણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ નથી લીધો.

આ જન કલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવણી કરવાના કૌભાંડમાં સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત છે. આ કૌભાંડ અંગે પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

બોગસ એજન્સીઓનું હજુ તો160 કરોડનું ઉઘરાણુ બાકી

વર્ષ 2021 થી 2024 દરમિયાન મનરેગાના કામોમાં મટિરિયલ પૂરૂં પાડનારી એજન્સીઓ જિલ્લા પંચાયત પાસે 160 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. આ બાકી નીકળતી રકમ તત્કાલીન ડીડીઓ રચિત રાજ તેમજ નેહા કુમારીના કાર્યકાળની છે. પરંતુ આ બાકી નીકળતી રકમમાં નવનિયુક્ત ડીડીઓ દ્વારા પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. કારણકે મટિરિયલના કામોમાં જે તે સમયે ગેરરીતિ આચરી હોવાનું સ્થળ ચકાસણી તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સામે આવ્યું છે.