અમદાવાદ / શેર બજારના નામે 1 કરોડ 97 લાખની છેતરપિંડી કરનાર ફેનિલ ગોધાણીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ
અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદી દ્વારા શેર માર્કેટમાં વધુ ફાયદો અપાવવાની વાત કરી એક કરોડ 97 લ

અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદી દ્વારા શેર માર્કેટમાં વધુ ફાયદો અપાવવાની વાત કરી એક કરોડ 97 લાખ ની છેતરપિંડી કરવામાં આવી હતી અને જે મામલે ફરિયાદ દાખલ કર્યા બાદ સાયબર ક્રાઇમ દ્વારા આરોપી ફેનિલ ગોધાણીની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે બેંક એકાઉન્ટ મલેશિયા અને અન્ય જગ્યાથી ઓપરેટિંગ થતાં હતા અને આ એક વેલ ઓર્ગેનાઈઝ ગેંગ હોવાનું સામે આવ્યું છે જેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આરોપીઓએ પેહલા stock Vanguard નામની કંપની બતાવી તેમના સંચાલક કર્ણવીર અને સુનીલ સિંઘાનિયાની ઓળખ આપી ફરિયાદી સાથે whatsapp માધ્યમથી સંપર્ક કરતા હતા અને ત્યાર બાદ તમને શેરની મોટી ટીપ આપવામાં આવશે જેથી ફાયદો થશે તેમ કહી એક ખોટી એપ્લિકેશન app.alicexa.com ડાઉનલોડ કરાવતા હતા.
આ એપ્લિકેશનમાં આઈ ડી બનાવી તેમાં રોકાણ કરાવીને તમને 5 કરોડ મળશે તેમ દર્શાવીને જમાં રૂપિયા પરત નહિ આપી અલગ અલગ ટેક્સના નામે છેતરપિંડી કરતા હોવાનુ સામે આવ્યું છે.
હાલ એક ફરિયાદી સાથે 1.97 કરોડની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. બીજા આરોપીઓ ને પકડવા તપાસ કરવામાં આવી રહી છે.








