જામતારા, બિહાર, UP જ નહીં ગ્રામ્ય વિસ્તારમાંથી પણ થઈ રહ્યા છે સાયબર ફ્રોડ, બચવા માટે આટલું જરૂરી..
આપણે છાસવારે એવું સાંભળતા હોઈએ છીએ કે, એક મેસેજ આવ્યો જેમાં રહેલી લીંક પર

આપણે છાસવારે એવું સાંભળતા હોઈએ છીએ કે, એક મેસેજ આવ્યો જેમાં રહેલી લીંક પર ક્લિક કરતા જ બેંકમાં રહેલી તમામ રકમ ખાલી થઈ ગઈ હતી. ત્યારે આ પ્રકારના સાયબર ફ્રોડ મોટાભાગે જામતારા, બિહાર અને ઉત્તર પ્રદેશની ટોળકી દ્વારા કરવામાં આવતા હતા. જોકે હવે નાના નાના ગામડાઓમાંથી પણ આ પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે. જેના કારણે સરકાર દ્વારા પણ ઘણા પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે સામાન્ય લોકોએ પણ પોતાના એકાઉન્ટને લઈને સજાગ થવું પડે તેવો સમય આવી ગયો છે.
અજાણી લિંક ખોલવી નહીં
સાયબર એક્સપર્ટ સ્નેહલભાઈ વકીલએ કહ્યું કે, સાયબર ફ્રોડનો શિકાર લોકો અલગ અલગ રીતે થઈ રહ્યા છે. કોઈના પણ એકાઉન્ટમાંથી સીધા જ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવે છે. તો ઘણાના એકાઉન્ટ જ બોગસ ખોલીને તેમના રૂપિયા ઉસેટી લેવામાં આવતા હોય છે. ત્યારે સામાન્ય લોકોએ લાલચમાં ન આવીને અજાણી લિંક ક્યારેય ખોલવી જોઈએ નહીં.
ડોક્યુમેન્ટ શેર કરવા નહીં
આજકાલ બોગસ એકાઉન્ટ ખોલાવીને રૂપિયા લઈ લેવામાં આવતા હોવાના પણ બનાવો સામે આવી રહ્યા છે. ઘણા ભણેલા ગણેલા પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાઈ ચૂક્યા છે. ઘણાના નામ પર બેન્ક એકાઉન્ટ ખોલીને તેનો પણ દુરુપયોગ કરવામાં આવતા હોય છે. જેથી ક્યારેય પણ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ કોઈને આપવા જોઈએ નહીં. જેથી આ બાબતથી બચવા માટે જાગૃતિ ખૂબ જ જરૂરી છે.








