મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કટીંગ માસ્તરની સાથી કર્મચારીએ કરી હત્યા, છ બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા

સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં રોજગારી મેળવવા માટે આવી રહ્યાં છે. ત્યારે તેમની વચ્ચે થતાં ઝઘડા ક્યારેક ઉગ્ર સ

સુરતમાં કટીંગ માસ્તરની સાથી કર્મચારીએ કરી હત્યા, છ બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા

સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં રોજગારી મેળવવા માટે આવી રહ્યાં છે. ત્યારે તેમની વચ્ચે થતાં ઝઘડા ક્યારેક ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરતાં હોય છે. જેમાં એક કટીંગ માસ્તર પર થયેલા હુમલાને લઈને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારજનોએ ન્યાયની માગ કરી હતી. સાથે જ કાયદેસરની કાર્યવાહીની પણ માગ કરી હતી.

સળીયાથી હુમલો

ઉધના વિસ્તારમાં કટીંગ માસ્તરની હત્યા થઈ હતી. ઉધના સોલાપુર કમ્પાઉન્ડમાં સાથે જ કામ કરતા કારીગરે જ કારીગરની હત્યા કરી હતી. ખાતામાં કટીંગ માસ્તર મોહમ્મદ ગુરફાન કામ કરી રહ્યો હતો. પાણી લાવવા બાબતે મોહમ્મદ ગુરફાનની સાથી કર્મચારી જોડે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ ખાતાના માલિકે બંને વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું. ખાતાના માલિકના ગયા બાદ આરોપી દિલખુશ કુમારે લોખંડના સળીયાતી ગુરફાન હુમલો કર્યો હતો. હુમલોમાં ઘાયલ ગુરફાન સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આજે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ગુરફાન મોત નિપજ્યું હતું. નોકરી કરતા કટીંગ માસ્તર પર સાથી કર્મચારીઓએ સળીયાથી હુમલો કર્યો હતો. ઉધના પોલીસે હત્યારા કારીગર દિલખુશ કુમારની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ન્યાયની માગ

આયશા ખાતુને કહ્યું કે, મૃતક અમારા બહેનોઈ હતા. અમને ખબર પડી કે તેને માર મારવામાં આવ્યો છે. જેથી અમે અમદાવાદથી આવ્યા હતાં. તેમના મોતની ખબર પડતાં આવ્યાં હતાં. મૃતકને છ બાળકો હતાં. તેનું એક બાળક અત્યારે કંઈ વાત કરી શકતું નથી. તેના શેઠની કોઈ ખબર નથી. અમે ન્યાયની માગ સાથે બેઠા છીએ. તેના છ બાળકોનું શું તેનો ન્યાય જોઈએ છે. એક જ મોટી દીકરીના લગ્ન થયેલા છે. બાકીના બધા નાના છે. તેઓ ખૂબ ગરીબ અને મજબૂર છે. તેઓ બિહારના સીતામાટુ જિલ્લાના વતની હતાં.

આ સમાચાર શેર કરો