છોટાઉદેપુરમાં બાળકી પર તાંત્રિક વિધિ કરી હત્યા કરવાને મામલે ભુવા લાલા તડવીના રિમાન્ડ મંજૂર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજમાં વિજ્ઞાનગાથાની ટીમ બે દિવસથી અલગ અલગ લોકોને મળી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજમાં વિજ્ઞાનગાથાની ટીમ બે દિવસથી અલગ અલગ લોકોને મળી. જેમાં વિજ્ઞાનગાથાના વડા જયંતભાઈ પંડ્યાના જણાવ્યા મુજબ મંદિરના મઢ પાસે બાળકીના મૃતદેહનો જે વીડિયો છે તેના પરથી લાગી રહ્યું છે કે બાળકીની બલી ચઢાવવામાં આવી હોય તથા તાંત્રિક વિદ્યા માટે હત્યા થઇ હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આ હત્યામાં જે આરોપી છે તે કોઈના કહેવાથી અને પ્રલોભનથી હત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે. આ હત્યા તાંત્રિક વિધિના જાણકારની મદદથી કરી હોય તેવું પણ લાગી રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાઓ પર અલગ અલગ ગામોમાં ભુવાઓ છે જ્યારે લોકો આ ભુવાઓ પાસે સારવાર માટે જાય છે. આવા ભૂવાઓને પકડવા માટે કાર્યવાહી કરીશું અને છેલ્લા મહિનામાં ત્રણ વખત અમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી છે અને લોકોએ અમને ફરિયાદ કરી છે. તેઓની સાથે એક ગુપ્ત મિટિંગ રાખવામાં આવી છે તેમજ ભુવા પકડવાની કાર્યવાહી કરવામાં આવશે.
પાનેજ ગામે માસૂમ બાળકીના હત્યાને મામલે છોટાઉદેપુરના પાનેજ ગામે બનેલી ઘટનાના આરોપી લાલા તડવીને બોડેલી કોર્ટમાં બપોરે 12:30 વાગ્યે રજુ કર્યો હતો. જ્યાં પોલીસ દ્વારા લાલા તડવીના 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.






