મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુરમાં હચમચાવી દેતી ઘટના, 5 વર્ષની બાળકીની નરબલી ચઢાવાઇ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે પાંચ વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાનો મામલો સામે આવ્યો છે.જ્યા ઘરની સ

છોટાઉદેપુરમાં હચમચાવી દેતી ઘટના, 5 વર્ષની બાળકીની નરબલી ચઢાવાઇ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે પાંચ વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાનો મામલો સામે આવ્યો છે.જ્યા ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ ભુવાએ ક્રૂરતા પૂર્વક હત્યા કરી બલિ ચઢાવી દીધી.

5 વર્ષની બાળકીની બલી ચડાવી તાંત્રિકે

તાંત્રિક લાલુ હિંમતએ તેના સામે રહેતી બાળકીને ઉઠાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને તાંત્રિક વિધિ કરી માસૂમ બાળકીના ગળા ઉપર કુહાડીનો હુમલો કરી તેની હત્યા કરી નાખી,અને આટલુ જ નહી આ ભૂવાએ બાળકીના દોઢ વર્ષના નાના ભાઈને પણ ઉઠાવી ગયો હતો.

ગામલોકોએ જોઈ જતા બાળકને છોડાવી પોલીસને ઘટનાની જાણ કરી

જેને ગામલોકોએ જોઈ જતા બાળકને છોડાવી પોલીસને ઘટનાની જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને લઈ મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આરોપી તાંત્રિક લાલુભાઈની ધરપક કરી છે.

સમગ્ર મામલે ASP ગૌરવ અગ્રવાલનું નિવેદન

સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર આ ઘટનામાં ASP ગૌરવ અગ્રવાલનું નિવેદન આપ્યું હતું. બાળકી અને માતા કપડાં ધોવા ગયા હતા. ત્યાંથી તાંત્રિક ળાલા તડવી બાળકીને ઉઠાઈ ગયો હતો. જ્યાં માતા જ્યોતિબેને બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઈ ગયા હતા. પરંતુ માતાની સામે જ તાંત્રિકે બાળકીના ગાળા ઉપર કુહાડી મારી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તાંત્રિકે ઘરમાં સીડી બનાવી ઉપર ફોટાઓ મૂકીને મંદિર બનાવ્યું હતું. જ્યાં તે બાળકીની હત્યા કરી તેના લોહીને લઈને ઘરના મંદિરમાં મૂકેલા ફોટાને લોહી ચઢાવ્યું હતું. 

કોંગ્રેસ ધારાસભ્યની આવી પ્રતિક્રિયા

છોટા ઉદેપુરની આ નારબલીની ઘટના પર કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાને પ્રતિક્રિયા આપી હતી. જેમાં કહ્યું, "રાજ્ય સરકાર માટે ગંભીર મામલો છે, વિધાનસભામાં પણ અધશ્રદ્ધા નો કાયદો પણ પસાર થયો છે. સરકારે પણ આ બાબતે ગુનો નોંધી યોગ્ય તપાસ કરવી જોઈએ. આ એક કિસ્સો પ્રકાશિત થયો છે અનેક બલી ચડાવી હશે. વિધાનસભા ગૃહમાં આનો જવાબ સરકારે આપવો જોઈએ."

કાળજું કંપાવનારી આ ઘટના મુદ્દે કોંગ્રસના MLA શૈલેષ પરમારનું પણ નિવેદન સામે આવ્યું છે. "વિધાનસભા ગૃહમાં અંધશ્રધ્ધાનો કાયદો લવાયો હતો. કાયદો લઈને આવેલી સરકાર દ્વારા જ કાયદાનો આમલ થતો નથી. કાયદો માત્ર કાગળ પર જ છે. આ સમગ્ર મુદ્દે કડક સજા થવી જોઈએ."

આ સમાચાર શેર કરો