અરવલ્લી મેળામાં બાઈક હટાવવા બાબતે રાજસ્થાનના યુવકની હત્યા, ત્રણ સામે પોલીસ ફરિયાદ
અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં મેળામાં એક યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે

અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં મેળામાં એક યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લામાં મેઘરજના ઇસરી પંથકના કંટાડું હનુમાનજી મંદિરે આમલકી મેળામાં રાજસ્થાનના યુવકની હત્યા થઈ હોવાની માહિતી મળી રહી છે. યુવકના મૃતદેહના પોસ્ટમોટર્મ માટે પરિવાજનો હાજર ન રહેતા વિલંબ થઈ રહ્યો છે.
ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા ભાગરૂપે ઇસરી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં DYSP, LCB, SOG સહિત જિલ્લા 40થી વધુ પોલીસકર્મીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ઇસરી પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગત રોજ લોકમેળાના માર્ગ પર બાઈક હટાવવા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યાને અંજામ અપાયો હતો. આરોપીઓએ રાજસ્થાનના યુવકના પીઠ પાછળ ખંજર ના ઘા ઝીંકીને હત્યા કરી હોવાની માહિતી મળી રહી છે.




