મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અરવલ્લી UGVCLપેટા વિભાગીય કચેરીના જુનિયર ઈજનેર સહિત 7 કર્મીઓ ઉપર હુમલો

અરવલ્લી જિલ્લાના મોડાસાના કુખ્યાત ચાંદટેકરી વિસ્તારમાં સાત વીજ કર્મી

અરવલ્લી UGVCLપેટા વિભાગીય કચેરીના જુનિયર ઈજનેર સહિત 7 કર્મીઓ ઉપર હુમલો

અરવલ્લી જિલ્લાના મોડાસાના કુખ્યાત ચાંદટેકરી વિસ્તારમાં સાત વીજ કર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. જો કે આ વિસ્તારમાં ઘણીવાર આવી ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે. પરંતુ આ વખતે યુજીવીસીએલના જુનિયર ઈજનેર સહિત સાત કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.

સરકારી વીજકર્મીઓ પર હુમલાની આ ઘટના ગંભીર હોવાથી તેની સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી. જેથી આરોપી મુલતાની આઝાદ બુલાખીને વીજ કંપનીના વાહનમાં તોડફોડ, હુમલો અને સરકારી ફરજમાં રૂકવાટ તેમજ ધમકીની ડેપ્યુટી ઈજનેરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

મહત્ત્વનું છે કે, મોડાસાના ચાંદટેકરી વિસ્તારમાં ઘણીવાર વીજકર્મીઓ ચેકિંગ કરવા જતા ત્યાં સ્થાનિકો સહકાર આપવાના બદલે કર્મીઓ પર હુમલા કરવાના બનાવો બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. 

આ સમાચાર શેર કરો