અરવલ્લી: IASના નામે શ્રીલંકાથી બન્યું ફેક વોટ્સએપ આઈડી, કલેક્ટરે પરિચિતોને જાળમાં ન ફસાવા ચેતવ્યા
અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલા IAS અધિકારીનો નકલી આઈડીનો મામલો સામે આ

અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલા IAS અધિકારીનો નકલી આઈડીનો મામલો સામે આવ્યો છે. અરવલ્લીમાં કલેક્ટર પ્રશસ્તી પારિક નામે વોટ્સએપ ફેક આઈડી બનાવવાનો મામલો સામે આવ્યો છે. ઉચ્ચ અધિકારીના નામે નકલી વોટ્સએપ આઈડી બનવાના મામલે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફેક આઈડી મારફતે કલેક્ટરના પરિચિતોને મેસેજ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મુદ્દે IAS પ્રશસ્તિ પારિકે સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી હતી. તેમજ ફેક આઈડીની જાળમાં ફસાઈ ના જવાય એ માટે પરિચિતો અને લોકોને જાણ કરી હતી તેમજ ફેક આઈડીનો સ્ક્રિન શોટ શેર કરીને લોકોને અપીલ કરી હતી. ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી મળી રહી છે. સાયબર ક્રાઈમ દ્વારા ફેક આઈડી અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




