અરવલ્લીમાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનો બહિષ્કાર, ગ્રામજનોનું બેનર સાથે વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફરી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફરી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અરવલ્લીમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના ડાબારણના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
આ પણ વાંચો : મહીસાગરની શાળામાં ભાડુતી શિક્ષિકા ભુલકાંઓને ભણાવતા કેમેરેમાં કેદ, પુછવા જતાં શાળા છોડીને ભાગ્યા
અરવલ્લીના ડાબારણની બામણી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીના બહિષ્કાર અંગે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડાબારણથી હેલોદર રસ્તાની માગને લઈ જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ ગામમાં ચૂંટણી પ્રચાર માટે કોઈપણ પક્ષને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગામલોકોએ ગામના ચોરે એકઠા થઇને વિરોધ નોંધાવ્યો હતો.




