મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોડેલીમાં માસૂમ બાળકીના હત્યાના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, 3 રિમાન્ડ હેઠળ ધકેલાયો આરોપી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે બનેલી ઘટનાના આરોપી લાલા તડવીને કોર્ટમાં રજૂ કર

બોડેલીમાં માસૂમ બાળકીના હત્યાના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, 3 રિમાન્ડ હેઠળ ધકેલાયો આરોપી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે બનેલી ઘટનાના આરોપી લાલા તડવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બોડેલી કોર્ટમાં 12.30 વાગે રજૂ કરાયો હતો. પોલીસ દ્વારા લાલા તડવીને 5 દિવસના રિમાન્ડની કરી માંગ કરી હતી. જ્યારે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બોડેલી વકીલ મંડળ દ્વારા આરોપીના કોઈ પણ વકીલે વકીલપત્ર ન મૂકવા નિર્ણય કર્યો છે.

વિજ્ઞાનજાથા પહોંચી ઘટના સ્થળે

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ખાતે વિજ્ઞાન જાથાની ટીમ બે દિવસથી અલગ અલગ લોકોને મળી રહી છે. જેમાં વિજ્ઞાન જાથાના વડા જયંતભાઈ પંડ્યાના જણાવ્યા મુજબ જે લાશ બાળકીની મંદિરના મઢ પાસે મળી તે લાશનો વીડિયો છે. તેના ઉપરથી લાગી રહ્યું છે કે, બાળકીની બલી અને તાંત્રિક વિધી માટે હત્યા થઇ હોય તેવું લાગી રહ્યું છે. આ હત્યામાં જે આરોપી છે. તે કોઈના કહેવાથી અને પ્રલોભનથી હત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે. 

તાંત્રિક વિધીની આશંકા

છોટાઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાઓ ઉપર અલગ અલગ ગામોમાં ભુવાઓ છે. જ્યારે લોકો આ ભુવાઓ પાસે સારવાર માટે જાય છે. ત્યારે આવા ભૂવાઓને પકડવા માટે કાર્યવાહી કરીશું. છેલ્લા મહિનામાં ત્રણ વખત અમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી છે. લોકોએ અમને ફરિયાદ કરી છે.તેઓની સાથે એક ગુપ્ત મિટિંગ રાખવામાં આવી છે. ભુવા પકડવાની કાર્યવાહી કરવાના આવશે. 

આ સમાચાર શેર કરો