બોડેલીના પાણેજની બાળકી હત્યામાં પોલીસનો ખુલાસો, હત્યારો તાંત્રિક કે ભુવો નહીં માનસિક વિકૃત
બોડેલી તાલુકાના પાણેજ ગામે માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી હતી. તાંત્રિક વિધિમાં બાળકીની બલિ ચઢાવવ

બોડેલી તાલુકાના પાણેજ ગામે માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી હતી. તાંત્રિક વિધિમાં બાળકીની બલિ ચઢાવવા મામલો રાજ્યભરમાં ચકચાર મચાવી રહ્યો છે. ત્યારે આ મામલે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછ બાદ પોલીસનો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પોલીસ તપાસમાં તાંત્રિક વિધિને લઈ હત્યા થઈ હોવાનો ઈન્કાર કર્યો છે.
આરોપી પોલીસને ગેરમાર્ગે દોરે છે
છોટાઉદેપુર એસ.પી. ઈમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી હતી. જેમા કહ્યું કે, આરોપી લાલુ તડવી એ માનસિક વિકૃતિના કારણે હત્યા કરી છે. લાલુ તડવી કોઈ તાંત્રિક કે ભૂવો નથી પરંતુ માનસિક વિકૃત છે. બાળકીના પિતાએ આરોપીની બહેનની હત્યા કરી હોવાનું આરોપી પોતાના મનમાં માનતો હતો. જો કે, હકીકતમાં આરોપીની બહેનો જીવિત છે. તાંત્રિક વિધિ કરવાના કોઈ પુરાવા મળ્યા નથી. આરોપી સતત પોલીસને સતત ગેર માર્ગે દોરે છે. વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવશે.
ધારાસભ્ય બાળકીના પરિજનોને મળ્યા
સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ પીડિત પરિજનની મુલાકાત લીધી હતી. અંધશ્રદ્ધાને કારણે હત્યા થઈ હોય એવું ગ્રામજનોએ જણાવ્યું છે. જે દુઃખદ ઘટના છે પોલીસ તપાસ કરી રહી છે તેમ કહીને ઉમેર્યું કે, તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. પોલીસે તાંત્રિક વિધિમાં બલિ ચઢાવવા અંગે ઇનકાર કર્યો છે. મૃતક બાળકીની માતાએ હત્યા કરી લાલુ તડવીએ લોહી મંદિરે ચઢાવ્યાની ફરિયાદ કરી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ પણ પરિવારની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું કે પોલીસ તપાસ કરી રહી છે અને પરિવાર ને ન્યાય મળશે અને દુઃખદ ઘટના છે.








