મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરઃ તાંત્રિક વિધિના નામે નવલ ભુવાએ વધુ 3 હત્યા કર્યાનો ધડાકો, લાશ કેનાલમાં ફેંકી દીધી 

સમગ્ર ગુજરાત રાજ્યમાં નવલ ભુવા હત્યા કેસ મુદ્દે અવનવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે નવ

સુરેન્દ્રનગરઃ તાંત્રિક વિધિના નામે નવલ ભુવાએ વધુ 3 હત્યા કર્યાનો ધડાકો, લાશ કેનાલમાં ફેંકી દીધી 

સમગ્ર ગુજરાત રાજ્યમાં નવલ ભુવા હત્યા કેસ મુદ્દે અવનવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે નવલ ભુવાના વધુ એક કાંડનો ખુલાસો થયો છે. આ અંગે નવલ ભુવા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધવલ ભુવા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે નવલ ભુવાનું તો પોલીસ કસ્ટડીમાં મોત નીપજવા પામ્યું છે પરંતુ આ મુદ્દે હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર/ નશાની હાલતમાં પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો, માથાના ભાગે 4 ટાંકા આવ્યા

16 ફેબ્રુઆરી 2020ના રોજ સુરેન્દ્રનગર મૂળચંદ નજીકથી પસાર થતી દુધરેજ કેનાલમાંથી એક જ પાટડીયા પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતા. આ અંગે તે સમયે પોલીસ તપાસ કરવામાં આવતા આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પરંતુ હવે તે અંગે વધુ એક ધડાકો થયો છે. નવલ ભુવા દ્વારા તાંત્રિક વિધિના નામે તેમને કેનાલ ઉપર લઈ ગયા અને ત્યારબાદ એક જ પરિવારના ત્રણ સભ્યોને સોડિયમ પીવડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પોલીસ ચાર વર્ષની તપાસ કરતી હતી પરંતુ આ મોતની સત્યતા બહાર ન આવતી હતી. 

હવે નવલ ભુવાએ વધુ 3 હત્યા કરી હોવાનો ઘટસ્પોર્ટ થયો છે. સુરેન્દ્રનગર બી - ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. દીપેશ પાટડીયા, પ્રફુલા પાટડીયા અને ઉતશ્વિ પાટડીયાની હત્યા નવલ ભુવાએ કરી હોવાનો ધડાકો થયો છે. નવલભુવાએ હત્યા કરી લાશો નર્મદા કેનાલમાં ફેંકી દીધી હોવાનું પણ બહાર આવ્યું છે. તાંત્રિક વિધિના નામે કેમિકલ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે

ભુવા નવલસિંહએ વધુ 3 લોકોની હત્યા કરી હોવાનું બહાર આવતા ચકચાર ફેલાયો છે. મૃતક પરિવારનો પુત્ર જ ફરિયાદી બન્યો છે. આ ઘટનામાં કોની સંડોવણી હજુ વધુ ખુલશે તે આવનારી તપાસમાં બહાર આવશે.

આ સમાચાર શેર કરો